<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

જુનાગઢ નજીક આવેલ વનરાજ થીમ વોટર પાર્ક લોકોનુ આકર્ષણ કેન્‍દ્ર બન્‍યુ

નાના ભુલકાથી માંડી વડીલોના ધુબાકા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩૦ :.. જુનાગઢથી ૬ કિ.મી.ના અંતરે બિલખા રોડ પર આવેલ વનરાજ થીમ વોટર પાર્ક ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો માટે આકર્ષણ રૂપ બન્‍યુ છે. જયા રોજ મોટી સંખ્‍યામાં બાળકોથી લઇ વડીલો પાણીમાં ધુબાકા મારી ગરમીમાં રાહત મેળવી રહ્યા છે.

આ વોટર પાર્કના સંચાલક વનરાજભાઇ સુત્રેજા અને વિનુભાઇ ઓડેદરાએ જણાવ્‍યું હતું કે, જૂનાગઢ જીલ્લામાં તથા સોરઠ પંથકનો સૌ પ્રથમવાર શરૂ થયેલ. અપુર્વ બેનમુન વનરાજ થીમ વોટર પાર્કમાં મોજ મસ્‍તીનો લ્‍હાવો છે.

નાના ભુલકા હોય કે મોટા બાળકો પારિવારિક સભ્‍યો તેમજ મિત્રો સાથે કુદરતી નયન રમ્‍ય વાતાવરણમાં ગિરનારની ગોદમાં પાણીમાં ધુબાકા લગાવી લોકો આ કાળઝાળ ગરમીમાં રાહત લઇ રહ્યા છે.

આ વોટર પાર્કમાં પાણીમાં લપસવાની મજા કાંઇક ઓચ્‍છે નાના મોટા પુલમાં છબ..છબ.. કરતા તરવાની મજા અનેક પ્રકારના ઝૂલામાં લોકો ઝૂલે છે. અને વરસાદ પડતો હોય તેવા તાલમાં અનોખા આનંદમાં લોકો એવા ખોવાઇ જાય છે કે જાણે કે નવી દુનિયા.

કોલેજ તથા સંસ્‍થા માટે આકર્ષક ડિસ્‍કાઉન્‍ટ પેકેજ માટે મો. નં. ૯૮રપ૦ ૯રપપ૯ ઉપર સંપર્ક સાધવો આ વોટર પાર્કનો સમય સવારે ૧૦ થી સાંજના પ વાગ્‍યા સુધીનો છે તો પરિવાર સાથે બાળકો સાથે અનેરો અદ્‌્‌ભૂત આનંદ લેવા વનરાજભાઇ સુત્રેજાએ અખબારી યાદીમાં  જણાવ્‍યું છે.

(11:17 AM IST)