તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
જાફરાબાદ પંથકમાં ફરી વનરાજનો આતંક: કડિયાળી ગામમાં મોડી રાત્રે પશુઓનું મારતા કરતા ભારે ફફડાટ
સિંહોના શિકાર કરતા અને શેરીઓમાં ફરતા આ ભયાનક દ્રશ્યોના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ

અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં ફરી એકવાર વનરાજનો આતંક સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જાફરાબાદના કડિયાળી ગામમાં મોડી રાત્રે શિકારની શોધમાં બે સિંહો અચાનક જ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા. ગામની શાંત શેરીઓમાં અચાનક સિંહોનું આગમન થતાં જ રખડતા પશુઓમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી.
સિંહોને જોઈને પશુઓ પોતાનો જીવ બચાવવા માટે રસ્તાઓ પર પૂરપાટ ઝડપે દોડતા નજરે પડ્યા હતા. જ્યારે તેમની પાછળ સાવજ શિકાર કરવા માટે કાળ બનીને દોટ લગાવી રહ્યો હતો. સિંહોએ પશુઓ પાછળ લગાવેલી આ દિલધડક દોટ ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ શિકારી સિંહોએ ગામની અંદર જ એક પશુનો શિકાર કર્યો હતો અને તેની મિજબાની માણી હતી. સિંહોના શિકાર કરતા અને શેરીઓમાં ફરતા આ ભયાનક દ્રશ્યોના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે. ઉપરાંત ગ્રામજનો પણ સિંહોના અવારનવાર રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવવાથી ડરનો માહોલ ફેલાયો છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
