તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
નરસિંહના તીરે પુસ્તકોના સથવારે ‘વાંચન વિહાર': મુક્તધારા ફાઉન્ડેશનનો અનોખો પ્રકલ્પ કાલે જુનાગઢમાં ખુલ્લો મૂકાશે
ઐતિહાસિક નરસિંહ સરોવર કિનારે ‘સ્ટેન્ડિંગ ફ્રી લાઇબ્રેરી'નું લોકાર્પણઃ મેયર ધર્મેશ પોશિયા, ધારાસભ્ય સંજય કોરડિયા અને કમિશનર તેજસ પરમારના હસ્તે ઉદઘાટન; મોતીબાગનું પુસ્તક પરબ પણ હવે અહીંથી ચાલશે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૧૭: મુક્તધારા ફાઉન્ડેશન અને જૂનાગઢ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ઐતિહાસિક નરસિંહ સરોવરના કિનારે પુસ્તકપ્રેમીઓ માટે એક અનોખો પ્રકલ્પ ‘વાંચન વિહાર' સાકાર થયો છે. નરસૈયાની સાહિત્યની સ્મળતિઓ સાથે જોડાયેલ આ પવિત્ર પરિસરમાં હવે ખુલ્લા આકાશ નીચે વાંચનનો અનોખો અનુભવ ઉપલબ્ધ બનશે.
પ્રકળતિના સૌંદર્ય વચ્ચે વાંચનનો લ્હાવો માણવાનો આ પ્રયાસ શહેરમાં પ્રથમવાર શરૂ થઈ રહ્યો છે. મુક્તધારા ફાઉન્ડેશને જણાવ્યું કે, ‘‘પુસ્તકો માત્ર કાગળના પાનાં નથી, પરંતુ વિચાર અને જ્ઞાનનું જીવંત વલોણું છે.'' આ પ્રકલ્પ વાંચન સંસ્કળતિને પ્રોત્સાહન આપશે.
આ સાથે મોતીબાગમાં ચાલતું પુસ્તક પરબ પણ હવે પછીથી નરસિંહ સરોવર ખાતે ‘વાંચન વિહાર'માં શરૂ કરવામાં આવશે.
આ ‘સ્ટેન્ડિંગ ફ્રી લાઇબ્રેરી'નું લોકાર્પણ તા. ૧૯ એપ્રિલ ૨૦૨૬, રવિવારે વહેલી સવારે ૬:૩૦ કલાકે નરસિંહ સરોવર, જૂનાગઢ ખાતે યોજાશે. કાર્યક્રમમાં મેયર શ્રી ધર્મેશ પોશિયા, ધારાસભ્ય શ્રી સંજય કોરડિયા અને કમિશનર શ્રી તેજસ પરમાર દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી આકાશ કટારા, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવ રૂપારેલિયા સહિત અન્ય પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર અને મુક્તધારા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી એલ.વી. જોશીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નગરજનોને હાર્દિક અનુરોધ કર્યો છે.(
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
