<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

અછતગ્રસ્‍ત પોરબંદર જિલ્લામાં ટેન્‍કરથી પાણી વિતરણ અને રોજગારલક્ષીની તાત્‍કાલીક કામગીરી

પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્‍યક્ષસ્‍થાને અને કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાની ઉપસ્‍થિતિમાં જિલ્લામાં અછત સ્‍થિતિ અંગે સમીક્ષા બેઠક મળી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩૦:  જિલ્લામાં અછતની પરિસ્‍થિતિમાં ટેન્‍કરથી પાણી વિતરણ અને રોજગારીલક્ષી  કામોની તાત્‍કાલિક કામગીરી શરૂ કરવા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્‍યક્ષસ્‍થાને અને વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્‍થિતિમાં  મળેલી બઠકમાં જિલ્લાની પાણી અને રોજગારી સહિતના મુદ્દે અછતની સ્‍થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

મુખ્‍યમંત્રી  ભુપેન્‍દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં અછતગ્રસ્‍ત જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે પીવાના પાણી તેમજ અછતલક્ષી કામો થકી સ્‍થાનિક રોજગારી મળી રહે તે માટે કામગીરી અને આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત  જિલ્લાના પ્રભારી મંત્રી  કુંવરજીભાઈ બાવળિયાના અધ્‍યક્ષસ્‍થાને તથા રાજ્‍યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્‍થિતિમાં જિલ્લામાં પ્રવર્તતી અછતની પરિસ્‍થિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે અછતની પરિસ્‍થિતિ અને તેના નિવારણ માટે હાથ ધરવામાં આવતી કામગીરી અંગે વિસ્‍તળત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં પ્રભારી મંત્રી કુંવરજીભાઇએ જણાવેલ કે, જિલ્લામાં અછતની સ્‍થિતિ ધ્‍યાને લઇને પાણી અને રોજગારી માટે સુચારૂ આયોજન કરેલ છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે, જિલ્લામાં પાણીની ઉપલબ્‍ધતા, ડેમોમાં જળસંગ્રહ અને પીવાના પાણીની જરૂરિયાતને ધ્‍યાનમાં રાખીને આગોતરું આયોજન કરવામાંઆવ્‍યું છે. અછતની સંભાવના ધરાવતા ગામોમાં પાણી અને ઘાસચારાની વ્‍યવસ્‍થાને પ્રાથમિકતા આપીને સંબંધિત વિભાગોએ જવાબદારીપૂર્વક કામગીરી કરવાની રહેશે.

આ બેઠક દરમિયાન બંન્ને મંત્રીઓએ જિલ્લામાં થયેલા વરસાદની સ્‍થિતિ, વિવિધ ડેમોમાં ઉપલબ્‍ધ જળસંગ્રહ, ડેમોની સંગ્રહ ક્ષમતા અને પાણીના ઉપાડ, ઘાસ વિતરણ, અછત નિવારણનું આયોજન, પીવાના પાણીનો પુરવઠો, કૂવા ખોદવાની કામગીરી, તાલુકાવાર અછતની સંભાવના ધરાવતા ગામોની સ્‍થિતિ, રાહતલક્ષી ટેકનિકલ કામગીરી, સૂચિત પાઇપલાઇન ટેપિંગનાં કામો, પશુપાલન, પશુ સારવાર કેમ્‍પ અને વીબી જી રામ જી હેઠળ રોજગારી સહિતના મહત્ત્વના મુદ્દાઓની સમીક્ષા કરી હતી.

(1:15 PM IST)