તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
જામનગરના અલિયા ગામના ઉપસરપંચ પર બેઝબોલના ધોકા વડે જીવલેણ હુમલો : હાથ-પગમાં ફ્રેક્ચર
PGVCL ની અરજી કરવા બાબતે અજાણ્યા શખ્સોનો હુમલો : 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા : પોલીસે તપાસ શરૂ કરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૮ : જામનગર જિલ્લાના અલિયા ગામના ઉપસરપંચ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ,PGVCLમાં અરજી કરવા બાબતે અજાણ્યા શખ્સોએ ઉપસરપંચ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ બેઝબોલના ધોકા વડે તેમના હાથ અને પગ પર ઘા ઝીંક્યા હતા.
આ હુમલામાં ઉપસરપંચના હાથ અને પગમાં ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે ઘાયલ થયેલા ઉપસરપંચને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હુમલાનું ચોક્કસ કારણ અને આરોપીઓની ઓળખ માટે પોલીસે તપાસ શરૂ કરી છે.(તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
