News of Tuesday, 28th July 2026
ઉપલેટામાં શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સામાજિક વનીકરણ રેન્જ દ્વારા વિના મૂલ્યે ૨૫૦૦ રોપાઓનું વિતરણ

(જગદીશ રાઠોડ-કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા,તા.૨૮: પર્યાવરણની સુરક્ષા અને હરિયાળી ક્રાંતિ ના શુભ સંદેશ સાથે તે સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સામાજિક વનીકરણ રેન્જ ઉપલેટા ના સંયુક્ત પ્રયાસ થી વિનામૂલ્યે ફળાવ ઝાડ, વિવિધ ફૂલ ઝાડના આશરે ૧૨૦૦ રોપાવવાનું વિતરણ કરવામાં આવ્યું.
પૂજ્ય શ્રી લાલબાપુ તથા સ્વામી શ્રી ધર્મનંદન સ્વામીના આશીર્વાદ મેળવી દીપ પ્રગટાવી પૂજન અર્જન કરી રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઉપલેટા શહેર અને આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો લીલી હરિયાળી બનાવી અને વૃક્ષારોપણ માટે જાગૃતિ લાવવી પૃથ્વી પર પર્યાવરણની સમતુલા જાળવાઉ રહે આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ રોપાવો લેવા ઉમટી પડ્યા હતા.
સિધ્ધનાથ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી તથા આર એફ ઓ રાજુભાઈ ઝિઝુવાડીયા દ્વારા લોકોને જરૂરિયાત મુજબના રોપા વિતરણ કરી ઉછેર અને માવજત માટેનુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય પાડલીયા, તાલુકા પંચાયતના પ્રમુખ રવિભાઈ વિરડા રાજકોટ પીડિયો મેડિકલ કોલેજના ડો. રાજેશ ત્રિવેદી નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, દીપકભાઈ સુવા, પૂર્વ પ્રમુખ મયુરભાઈ સુવા જિલ્લા પંચાયતના મજબૂતભાઈ હુંબલ, હરિભાઈ ઠુંમર, બ્રહ્મ સમાજ અગ્રણી સોમેશભાઈ વ્યાસ ઉપાધ્યાય ભાઈ ચંદુભાઈ વ્યાસ જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ અશોકભાઈ શેઠ નગરશેઠ અમિત શેઠ ડોક્ટર વાળા સાહેબ નરસિહભાઈ મંગલપરા કિરીટભાઈ પાદરીયા અમિતભાઈ શેઠ ડી કે જાડેજાઅશોકભાઈ શેઠ, પરાગ સુતરીયા, રાજ વાઢેર, લોહાણા સમાજ પ્રમુખકનુભાઈ ચોટાઈ પૃથ્વીસિહ ચુડાસમા જૈન શ્રેષ્ટીઓ રમેશભાઈ પાનેરા નાનુભાઈ માકડીયા રસિકભાઈ લાલાણી રમણીકભાઈ લાડાણી જે બી વસવેલીયા સદસય મનોજભાઈ નંદાણીયા વિક્રમસિહ સોલંકી અજયભાઈ જગાણી રઘુભા સરવૈયા પરબતભાઈ બારૈયા અસ્મિતાબેન મુરાણી તેમજ રાધેમહિલા મંડળના ભારતીબેન બાબરીયા મંજુબેન માકડીયા અરુણાબેન સોલંકી સહિતના મોટી સંખ્યાના ભાઈ બહેનો યુવાનો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા જયેશભાઈ ત્રિવેદી રાજુભાઈ ઝિઝુવાડીયા નીલુભાઈ ગોંધીયા કિશોરભાઈ સોલંકી મોનિકભાઈ વ્યાસ ભાવેશભાઈ બારીયા દિલીપભાઈ સોલંકી શૈલેષભાઈ સોલંકી મનુભાઈ બારોટ સહિતના ઓએ ભારે જહેમત ઉઠાવી હતી.(તસવીરઃ નિમેશ ચોટાઇ, ભોલુ રાઠોડ ઉપલેટા)
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
