<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

ઉપલેટાઃ ૨૦૦૭થી ૨૦૧૫ના શેરડીના ભાવને મંજૂરી એફ આર પી ઉપરાંતના ભાવ પર ઇન્‍કમટેક્‍સ નહીં લાગે

ખાંડ મંડળીઓને કરોડોનો બોજો માફઃ રાજ્‍ય સરકારનો ઐતિહાસિક નિર્ણય શેરડી પકવતા બે લાખ ખેડૂતોને ફાયદો થશેઃ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા

(જગદીશ રાઠોડ દ્વારા).    ઉપલેટા તા.૨૯: રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અને ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયા એ એક નિવેદનમાં બોલતા જણાવેલ છે કે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં રાજ્‍ય સરકારે સહકારી ક્ષેત્ર અને શેરડી ઉત્‍પાદક ખેડૂતોના હિતમાં મહત્‍વપૂર્ણ નિર્ણય લીધો છે તાજેતરમાં કળષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જણાવેલ કે વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૫ દરમિયાન ખાંડ સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોને રાજ્‍ય સરકારે સત્તાવાર મંજૂરી આપી છે આ નિર્ણયથી ગુજરાતની ખાંડ મંડળીઓને કરોડોનો આર્થિક લાભ મળશે જેનો સીધો ફાયદો રાજ્‍યના બે લાખથી વધુ શેરડી ઉત્‍પાદક ખેડૂતોને થશે ગુજરાતની ખાંડ મંડળીઓએ ખેડૂતોને એફઆરપી ઉપરાંત મોલાસિસ ઇથેનોલ અને વીજ ઉત્‍પાદન જેવી બાય પ્રોડક્‍ટસ માંથી મળતી આવકનો લાભ પણ આપ્‍યો હતો જેના કારણે ખેડૂતે ને અન્‍ય રાજ્‍યો કરતા વધુ ભાવ મળતા રહ્યા છે જોકે ઇન્‍કમટેક્‍સ વિભાગે એફઆરપી કરતાં વધુ ચૂકવેલા ભાવોને નફો ગણાવી ટેક્‍સની માંગણી કરી હતી જેના કારણે ખાંડ મંડળીઓ પર કરોડો રૂપિયાનો બોજો આવવાની સ્‍થિતિ સર્જાઇ હતી કેન્‍દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩ માં ઇન્‍કમટેક્‍સ કાયદામાં કરાયેલ સુધારા બાદ રાજ્‍ય સરકારે ઉચ્‍ચસ્‍તરીય સમિતિની ભલામણોને આધારે આ ખેડૂતલક્ષી ઐતિહાસિક નિર્ણય લીધો છે અંતમાં તેમણે જણાવેલ કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને કેન્‍દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના પ્રયાસોથી સહકારી ક્ષેત્રને મોટી રાહત મળી છે રાજ્‍ય સરકારનો આ નિર્ણય સહકારી ક્ષેત્રને વધુ મજબૂત અને સમળદ્ધ બનાવવામાં મહત્‍વપૂર્ણ સાબિત થશે તેવું અંતમાં જણાવેલ છે. (તસવીર ભોલુ રાઠોડ ઉપલેટા)

(1:41 PM IST)