તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
ઉપલેટાઃ નરેન્દ્રભાઇએ ભારતને વિશ્વ ફલક ઉપર મજબુત કરવા અનેક નિર્ણયો લીધાઃઅલ્પેશ ઢોલરીયા

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૩:દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકેના પોતાના કાર્યકાળના ૧૨ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ અને ગોંડલ યાર્ડના કાર્યદક્ષ ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ પ્રધાનમંત્રી ને શુભેચ્છા અભિનંદન પાઠવતા જણાવેલ કે વર્ષ ૨૦૧૪ માં દેશની જનતાએ નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં અભૂતપૂર્વ વિશ્વાસ વ્યક્ત કર્યો અને મોદીના નેતળત્વમાં ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રમાં સરકાર રચી અને ત્યારબાદ વર્ષ ૨૦૧૯ તથા ૨૦૨૪ માં પણ જબરજસ્ત સમર્થન પ્રાપ્ત કરી વિકાસ સુશાસન અને રાષ્ટ્રહિતના અનેક નવા અધ્યાયો લખ્યા છે વિકાસના મુદ્દાઓ સાથે સ્થાનિક સંસ્કળતિને સ્પષ્ટી મોદીની કુનેહ લોકોના મનમાં ઊંડો પ્રભાવ પેદા કરે છે ગત માસમાં પશ્ચિમ બંગાળની રાજકીય ધરતી પર આ વખતે ઐતિહાસિક પરિણામો સામે આવ્યા છે વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય ગત બાર વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી મોદીના નેતળત્વ હેઠળ ભારતે આર્થિક સામાજિક વ્યુહાત્મક ટેકનોલોજી વિદેશનીતિ અને આધુનિક માળખાકીય સુવિધાઓના ક્ષેત્રોમાં નોંધપાત્ર પાત્ર પ્રગતિ નોંધાવી છે.
જલ જીવન મિશન દ્વારા લાખો ઘરો સુધી નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની ઐતિહાસિક કામગીરી હાથ ધરાય છે દેશને આત્મ નિર્ભર બનાવવામાં સંકલ્પ સાથે ઉત્પાદન ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે અનેક સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા છે મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટ અપ ઇન્ડિયા સ્ટીલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી પહેલેથી દેશના યુવાનોને નવી તકો પ્રાપ્ત થઈ છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
