તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
અમરેલીના લાઠી લીલીયામાં અનરાધાર વરસાદ ખાબક્યો : ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી
ગુંદરણ ગામમાં વરસાદી પાણી પ્લોટ વિસ્તારોમાં ઘૂસ્યા:બવાડા ગામમાં વરસાદી પાણી ઘૂસતાં નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા

અમરેલીના લાઠી લીલીયામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. ઢળતી સંધ્યાએ લીલીયા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગુંદરણ ગામમાં વરસાદી પાણી પ્લોટ વિસ્તારોમાં ઘૂસ્યા હતા . બવાડા ગામમાં વરસાદી પાણી ઘૂસતાં નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે. નાના કણકોટ ગામમાં સારો વરસાદ નોંધાયો છે. હરીપર ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદી પાણી ગામ સોસરવા નીકળ્યા હતા. એકલેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
