<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

"સેવા સંકલ્પ અભિયાન"અંતર્ગત ભાવનગર જિલ્લાના મોખડકા ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને 'આંગણ મિલન સેવા કાર્યકમ‘ યોજાયો

સરકારની લોકઉપયોગી યોજનાઓનો લાભ લઈ વિકાસની મુખ્યધારામાં જોડાઈએ : કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા : આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેન અને આશા વર્કર બહેનોનું સન્માન

(માહિતી બ્યુરો)ભાવનગર તા.૨૭ : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પાલિતાણા તાલુકાના મોખડકા ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી  નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓ અંગે ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી.

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અમલમાં રહેલી વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી આપતાં જણાવ્યું હતું કે, સરકારની લોકઉપયોગી યોજનાઓનો લાભ લઈ દરેક પરિવાર વિકાસની મુખ્યધારામાં જોડાય તે માટે સૌએ જાગૃત બની યોજનાઓનો મહત્તમ લાભ લેવો જોઈએ. તેમણે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે આંગણવાડી કાર્યકર બહેનો અને આંગણવાડી હેલ્પર બહેન તથા આશા વર્કર બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત બાળકોને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું.

‘આંગણ ઉત્સવ’ના આયોજન અને સંચાલનમાં આઈ.સી.ડી.એસ. વિભાગ, ભાવનગર તથા આઈ.સી.ડી.એસ. વિભાગ, પાલિતાણા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

કાર્યક્રમમાં ધારાસભ્ય  ભીખાભાઈ બારૈયા, જિલ્લા પંચાયત સદસ્ય  શીવાભાઈ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય  મહેન્દ્રસિંહ સરવૈયા, આગેવાનો ભરતભાઈ મેર, ગોપાલભાઈ વાઘેલા, રાજેશભાઈ ફાળકી, મોખડકાના સરપંચ નરસિંહભાઈ પરમાર, ઉપસરપંચ મધુબેન ભાયાણી, પ્રોગ્રામ ઑફિસર  શિલ્પાબેન ડામોર, સી.ડી.પી.ઓ. કલ્પનાબેન ચૌહાણ, સી.ડી.પી.ઓ. અલ્પાબેન મકવાણા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:14 PM IST)