તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ ભાવનગરની ચંદ્રમૌલી પ્રાથમિક શાળાએ કર્યું મતદાન : નાગરિકોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ
ચૂંટણીમાં મતદાનને ગણાવી પવિત્ર ફરજ, કહ્યું- મજબૂત રાષ્ટ્ર નિર્માણ માટે દરેક મત મહત્વનો; ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખી મતદાન કરવા અનુરોધ, પ્રથમ વખત મતદાન કરતા યુવાનોને પાઠવી શુભેચ્છા

ભાવનગર તા.૨૬ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ રવિવારે ભાવનગરની ચંદ્રમૌલી પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકે મતદાન કરીને લોકશાહીની ફરજ નિભાવી હતી.
મતદાન કર્યા બાદ કેન્દ્રીય રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મજબૂત લોકશાહી, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે મતદાન કરવું એ દરેક નાગરિકની પ્રાથમિક અને પવિત્ર ફરજ છે.
તેમણે નાગરિકોને પરિવાર અને મિત્રો સાથે મતદાન કરવા અપીલ કરતાં કહ્યું કે, ગરમી વધુ હોવાથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થઈએ. પ્રથમ વખત મતદાન કરનારા યુવાઓને તેમણે ખાસ શુભેચ્છા પાઠવી હતી.
શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે દરેક મત મહત્વનો છે, એમ જણાવીને કેન્દ્રીય મંત્રીએ વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થવા પ્રત્યેક મતદારને અનુરોધ કર્યો હતો. ભાવનગર જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
