<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

ગીર સોમનાથ જિલ્લાના માર્ગ અને ટ્રાફિક સૂવિધા અંગે ગડકરી સાથે મુલાકાત!

(રામસિંહ મોરી ) સુત્રાપાડા, તા.૪:  નવી દિલ્‍હી ખાતે કેન્‍દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી  નીતિન ગડકરી મળીને ગીર સોમનાથ જિલ્લાના વિકાસલક્ષી કાર્યો અંગે  રજૂઆત કરી હતી. 

મુખ્‍ય રજૂઆતના મુદ્દાઓઃ ભુવાટીબી, આલિદ્રા, પ્રાંચી અને ખેરા ગામના રાષ્‍ટ્રીય રાજમાર્ગ પર રાત્રિના સમયે પૂરતી રોશની માટે સ્‍ટ્રીટ લાઈટ્‍સ લગાવવી. 

રિલાયન્‍સ પેટ્રોલ પંપ પાસે સુરક્ષા અને અકસ્‍માત નિવારણ માટે હાઈ-માસ્‍ટ લાઈટની વ્‍યવસ્‍થા કરવી. 

જગપ્રસિદ્ધ તીર્થસ્‍થળ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ અને સ્‍થાનિક નાગરિકોની સુવિધા માટે કાજલી ગામ જંક્‍શન ખાતે સર્વિસ રોડનું નિર્માણ અને હાઈ-માસ્‍ટ લાઈટ લગાવવી. 

પ્રભાસ પાટણ-સોમનાથ આવતા લાખો શ્રદ્ધાળુઓની સલામતી અને સ્‍થાનિક નાગરિકોની સુવિધા માટે આ કાર્યો અત્‍યંત આવશ્‍યક છે,જેને લઈને  ચર્ચા થઈ. જનહિતના આ કાર્યો ટૂંક સમયમાં જ સાકાર થશે તેવો પૂર્ણ વિશ્વાસ છે.

(11:16 AM IST)