<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

ગોંડલના આંબરડીમાં કાળુભાઇ મુછડીયાનું ઉલ્‍ટી થયા બાદ મૃત્‍યુઃ ઝેર પીધાની શંકા

બહારથી ઘરે આવી ઉલ્‍ટી કરવા માંડયાઃ સારવારમાં લઇ જતી વખતે મૃત્‍યુઃ મોતનું ચોક્કસ કારણ જાણવા રાજકોટમાં મૃતદેહનું પોસ્‍ટમોર્ટમઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૨: ગોંડલના આંબરડીમાં રહેતાં કાળુભાઇ નથુભાઇ મુછડીયા (ઉ.વ.૫૦) ગઇકાલે સવારે ઘરેથી કામે જવાનું કહીને નીકળ્‍યા બાદ નવેક વાગ્‍યે પરત ઘરે આવી ઉલ્‍ટીઓ કરવા માંડતાં પરિવારજનોએ પૃછા કરતાં દવા પી ગયાનું રટણ કર્યા બાદ બેભાન થઇ ગયા હતાં.

તેમને સારવાર માટે જામકંડોરણા ખસેડાયા હતાં. પરંતુ રસ્‍તામાં જ દમ તોડી દીધાનું ખુલ્‍યું હતું.

બનાવની જાણ થતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર કાળુભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે છુટક ખેત મજૂરી કરતાં હતાં. સગાના કહેવા મુજબ ઝેરી દવા પીધાનું અમને લાગે છે.

મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો છે. આ બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો છે

(1:33 PM IST)