<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

લીંબડીમાંથી ઇજાગ્રસ્‍ત મળેલા અજાણ્‍યા યુવાનનું રાજકોટમાં મોત

સુરેન્‍દ્રનગરમાં અજાણ્‍યા મહિલાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૧: સુરેન્‍દ્રનગરના લીંબડીમાં એક્ષચેન્‍જ ઓફિસ નજીક એક અજાણ્‍યો આશરે ૩૫ વર્ષનો યુવાન બેભાન અને ઇજાગ્રસ્‍ત મળતાં સુરેન્‍દ્રનગર હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે લીંબડી પોલીસને જાણ કરતાં મૃતકની ઓળખ મેળવવા અને બનાવ શું બન્‍યો તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્‍પિટલના કોલ્‍ડ રૂમ ખાતે રખાયો છે.

જ્‍યારે સુરેન્‍દ્રનગરમાં ગેસ સ્‍ટેશન પાસેથી અજાણ્‍યા આશરે ૫૦ વર્ષના એક મહિલા બિમાર જેવી હાલતમાં બેભાન મળતાં ગાંધી હોસ્‍પિટલમાં અન ેત્‍યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં સુરેન્‍દ્રનગર પોલીસને જાણ કરાઇ હતી. 

(10:51 AM IST)