<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

૫ માસ પહેલાની વણશોધાયેલ વીજ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો : જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસે ૫ શખ્સોને ઝડપ્યા

ખારવા-જાયવા રોડ પરથી 1200 મીટર એલ્યુમિનિયમ વાયર ચોરનાર ગેંગ ઝડપાઈ, રૂ. 2.25 લાખનો મુદ્દામાલ કબજે

(સંજય ડાંગર-મુકુંદ બદિયાણી દ્વારા) ધ્રોલ-જામનગર તા.૧૫ :  રાજકોટ વિભાગના IGP નિર્લિપ્ત રાય અને જામનગર SP ડો. રવિ મોહન સૈની તથા જામનગર ગ્રામ્ય DySP પિયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પોલીસને મોટી સફળતા મળી છે.

 

તા. 25/03/2025 ના રાત્રિના સમયે ધ્રોલના ખારવા ગામથી જાયવા તરફ જતા રસ્તા પર આવેલ ઇલેક્ટ્રિક પોલ પરથી આશરે 1200 મીટર લાંબો એલ્યુમિનિયમનો વીજ વાયર જેની કિં. રૂ. 5,310/- ની ચોરી થઈ હતી. આ અંગે ધ્રોલ પો.સ્ટે. ગુ.ર.નં. 11202014250275/2025 મુજબ ગુનો નોંધાયો હતો.

 

આ ગુનો ઉકેલવા પોલીસે બાતમીદારો સક્રિય કર્યા હતા. દરમિયાન બાતમી મળી કે ચોરીના આરોપીઓ સિલ્વર કલરની મારુતી સુઝુકી સુપર કેરી ગાડીમાં જામનગર તરફથી ધ્રોલ તરફ આવે છે. જે બાતમીના આધારે વાંકિયા ગામ પાસે જલારામ બાપાની જગ્યા સામે હાઇવે રોડ પર વોચ ગોઠવી પાંચ ઇસમોને ચોરીના વાહન અને સાધનો સાથે પકડી પાડ્યા છે.

પકડાયેલ આરોપીઓ કરણ મનજીભાઈ મકવાણા, ઉ.20, રહે. સાત રસ્તા પાસે પાવર હાઉસ, જી.ઈ.બી.ના ગેટ પાસે, જામનગર, અમિન ઉર્ફે સુકલિયો વિજયભાઈ રાઠોડ, ઉ.22, રહે. ગુલાબનગર દરગાહ પાછળ, જામનગર,અરવિંદ કિશોરભાઈ સોલંકી, ઉ.25, રહે. ગાયત્રીનગર રામાપીરના મંદિર પાસે, ધ્રોલ, કમલેશ ઉર્ફે રામ મગનભાઈ રાઠોડ, ઉ.24, રહે. ગાયત્રીનગર, ધ્રોલ, વિશાલ ઉર્ફે બાડીયો કેશુભાઈ રાઠોડ, ઉ.25, રહે. ખારવા રોડ, આઈ.ટી.આઈ. પાછળ, ધ્રોલ છે.

      પકડવાના બાકી આરોપી  ધનરાજ રમણિકભાઈ મકવાણા, રહે. સાત રસ્તા, જામનગર, રમેશલાલ સવાજીભાઈ રબારી, રહે. જામનગર (ચોરીનો માલ લેનાર) છે.

     કબજે કરેલ મુદ્દામાલ  મારુતી સુઝુકી સુપર કેરી ગાડી નં. GJ-10-TY-0186 - કિં. રૂ. 2,25,000,એક લોખંડનું કટર - કિં. રૂ. 100/-આરોપી કમલેશ ઉર્ફે રામ અને વિશાલ ઉર્ફે બાડીયો અગાઉ ધ્રોલ પો.સ્ટે. ગુ.ર.નં. 11202014240515/2024 માં પણ ચોરીમાં પકડાયેલ છે.

 

આ કામગીરી ધ્રોલ પો.સ્ટે. ના PI  પી.એન.આચર્ય તથા હેડ કોન્સ. કે.ડી.કામરીયા, રાજેશભાઈ મકવાણા, ફરદેવસિંહ જાડેજા, સંજયભાઈ સોલંકી તથા પો.કોન્સ. રઘુવીરસિંહ જાડેજા તથા અરવિંદ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.

(3:05 PM IST)