News of Thursday, 25th June 2026
સોમનાથ મહાદેવ મંદિરના પાર્કિંગ વિસ્તાર નજીક સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ભૂગર્ભ ટાંકીમાં દીપડાનું બચ્ચું ખાબક્યું
એક કલાકની ભારે જહેમત બાદ ટીમે સફળતાપૂર્વક દીપડાના બચ્ચાને ટાંકીમાંથી બહાર કાઢી બચાવી લીધું

ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવ મંદિરના પાર્કિંગ વિસ્તાર નજીક આવેલા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ભૂગર્ભ ટાંકીમાં દીપડાનું બચ્ચું ખાબકતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. આશરે એક કલાકની ભારે જહેમત બાદ ટીમે સફળતાપૂર્વક દીપડાના બચ્ચાને ટાંકીમાંથી બહાર કાઢી બચાવી લીધું હતું. રેસ્ક્યુ બાદ બચ્ચાની તંદુરસ્તીની તપાસ કરવામાં આવી હતી અને તે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
