હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્કના પથદર્શક ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ ઝાંઝરડા શાખાનો શ્રી લંબે હનુમાનજી મંદિરના મહંત શ્રી અર્જુનદાસજી ગુરુ રામદુલારે દાસજીના હસ્તે પ્રારંભ
ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન ડો. ડી. પી.ચિખલીયા, મેયર ધર્મેશભાઈ પોશીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા,મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ જે. કે. ચાવડા સહિતના ઉપસ્થિત

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૦: ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્કના પથદર્શક ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ બેંકની ઝાંઝરડા શાખા અને અત્યાધુનિક ઈ-ગેલેરીનો ભવ્ય મંગલ પ્રારંભ શ્રી લંબે હનુમાનજી મંદિરના મહંત શ્રી અર્જુનદાસજી ગુરુ રામદુલારે દાસજીના હસ્તે કરવામાં આવેલ હતું.
આ તકે ગુજરાત હાઉસિગ બોર્ડ ના ચેરમેન ડો. ડી. પી.ચિખલીયા, મેયર ધર્મેશભાઈ પોશીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા,મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ જે. કે. ચાવડા, ભાજપ મહિલા મોરચાના બહેનો, નીતિનભાઇ સુખવાણી, વિનુભાઈ કથીરીયા, રાજુભાઈ જોબનપુત્રા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ અને બેન્ક ની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવેલ હતી.
આ તકે બેન્ક ના ચેરમેન સાગર કોટેચા, વાઇસ ચેરમેન સુજલ દોશી, એમ. ડી. રાજેશ મારડીયા, ડિરેક્ટર વિજયસિહ રાયજાદા, મનસુખભાઈ વાજા, કિશોરભાઈ અજવાણી, નિલેશ મશરૂ, ભાવેશભાઈ વેકરીયા, નિલેશ ગણાત્રા ઉપસ્થિત રહેલ હતા.અને મહંતશ્રી તેમજ મહાનુભાવોનું સન્માન અને સ્વાગત કરેલ હતું.(તસ્વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
