<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

ઉનાઃ નદીકાંઠે હાથપગ ધોવા ગયેલ પુત્રને પિતાની નજર સામે મગર તાણી ગયો

પાંચ કલાક બાદ મૃતદેહ મળ્‍યોઃ ૬ બહેનોનો એકનો એકભાઇ છનીવાય જતા દેવીપુજક પરિવારમાં કલ્‍પાંત

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૨૨: તાલુકાના હરમડિયા ગામની સીમ નદી કાંઠે હાથપગ ધોવા ગયેલ પુત્રને તેના પિતાની નજર સામે મગર તાણી જતા નજીકના વનવિભાગની લોકો એકઠા થઇ ગયા હતા. વનવિભાગની ટીમે શોધખોળ કરતા નદીના સામે કાંઠેથી પાંચ કલાક બાદ પુત્રનો મૃતદેહ મળી આવ્‍યો હતો.

મૂળ કોડીનાર તાલુકાના ફાફણી ગામ ના દેવી પૂજક દિનેશ ભાઈ સોલંકી એ ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામ ની સીમ માં આંબાના બગીચામાં ફળ વેડવા નો ઇજારો રાખેલ હતો પરિવાર સાથે વાડી માં રહેતા હતા આખો દિવસ કેરી ના ફળ ઉતારી લીધા હતા અને દીકરો વિવાન ઉ. વ. ૧૩  પણ પિતાને કેરી વીણવા મદદ કરેલ સાંજે બન્ને બાપ ને દીકરા હરમડીયા અને એભલવડ વચ્‍ચે પસાર થતી સાંગવાડી નદી કાંઠે હાથ પગ ધોવા ગયેલ અને ધોતા હતા. ત્‍યારે નદી માં રહેલ વિશાળ કાય મગર કાઠે આવી વિવાન  ને જડબા માં લઈ નદી ના ઊંડા પાણી માં જવા લાગેલ આ દૃશ્‍ય પિતા દિનેશ ભાઈ જોઈ જતા તેને પણ દીકરા ને મગર ના મુખ માંથી બચાવવા કૂદકો. માંરેલ પરંતુ મગર ઊંડા પાણી માં ઘૂસી ગયો હતો અને વિવાન ને જડબા માં લઈ ફેંગોળ તો હતો. આજુબાજુ ના લોકો ભેગા થઈ ગયા હતા પોલીસ અને વન વિભાગ ના સ્‍ટાફ પણ પોહચી ગયેલ હતો પરંતુ પાંચ કલાક પછી રાત્રે બાર વાગે સામે કાઠે વિવાન નો ફાડી કાઢેલ મળત દેહ મળી આવ્‍યો હતો. તેમને તુરંત ગીર ગઢડા સરકારી હોસ્‍પિટલ લઈ જવા માં આવેલ હતો પોસ્‍ટ મોર્ટમ કરવા દિનેશ ભાઈ ને છ દીકરી અને એક દીકરો વિવાન હતો તેમનું મળત્‍યુ થતા છ બેનો એ ને એક  ભાઈ ગુમાવેલ છે પરિવાર માં કલ્‍પાંત છવાઈ ગયો હતો. 

(11:23 AM IST)