તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
ઉનાઃ શ્રમીક પરિવારના ૩ વર્ષના બાળકને ફાડી ખાનાર દીપડો વન વિભાગના પાંજરે પુરાયો

(નવીન જોષી દ્વારા) ઉના તા. પ :.. સણોસરી સીમમાં શ્રમીક પરિવારના ૩ વર્ષના બાળકને ફાડી ખાઇને નાસી ગયેલ. દીપડાને વન વિભાગે પાંજરા ગોઠવીને પકડી લીધો હતો.
સણોસરી ગામ ખાંમભળા વિસ્તાર ની સીમ મા બાલુભાઈ ભગુભાઈ કાતરીયા ની વાડી મા દોઢ બે મહિના થી ખેત મજૂરી કરવા આવેલગોધરા બાજુ ના ગીરીશભાઈ બામણીયા અને તેનો પરિવાર પત્ની અને ત્રણ વરસ નો દીકરો ચેતન આવેલ હતા. ગઈ કાલે રાત્રે લાઈટ ડીમ હોય પરિવાર ખેતર મા આવેલ ઓરડી ના બાર ફૂટ ઊંચી અગાશી ના ધાબા ઉપર સુવા ગયેલ હતો રાત્રે એક દીપડો શિકાર ની લાલચ મા ખેતર મા આવી ઓરડી પાસે રાખેલ લાકડા ની સીડી ઉપર ચડી ધાબે પહોંચી માતા અને પિતા ની વચ્ચે સૂતેલો ચેતન ને ગળા થી દાબોચી ભાગવા લાગેલ પિતા ગીરીશભાઈ જાગી ગયેલ અને પુત્ર ને બચાવવાં પાછળ દોડેલ હતાં.
દીપડો અંધારા મા બાળક ને લઇ સામે આવેલ જુવાર ના પાક મા લઇ ગયો હતો. પિતા એ તુરંત આજુબાજુ ના વાડી મા રહેતા લોકો ને ભેગા કરેલ અને ગીર પૂર્વ વનવિભાગ ને જાણ કરતા એ.સી.એફ. કપિલભાઈ ભાટિયા અને આર. એફ. ઓ. કે. સી. ચૌહાણ સ્ટાફ અને પાંજરા સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતા. અને દીપડા ના પંજા ના નિશાન અને લોહી ના ડાઘા જુવાર ના ખેતર બાજુ જતા વન વિભાગના અધિકારીઓ અને વાડી માલિક કાંતિભાઈ લાડુમોર અને ગ્રામ જનો તપાસ કરતા જુવાર ના પાક મા ચેતન નો મળત હાલત મા ફાડી ખાધેલ દેહ મળી આવેલ હતો. દીપડા એ ચેતનને ગળા ના ભાગે અને પેટ ના ભાગે ગંભીર ઈજાઓ કરી હતી. વન વિભાગે દીપડાને પકડવા જુદી જુદી જગીયા એ ત્રણ થી ચાર પાંજરા ગોઠવી દીધેલ જેમાં દોઢ કલાક ની મહેનત બાદ એક દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. મૃતક ચેતન ને ગીર ગઢડા સરકારી હોસ્પિટલે પોસ્ટ મોર્ટમ માટે લઇ જવામાં આવેલ હતો.
જે આજે સવારે પી. એમ. કરી બાળક ના મળત દેહ ને પરિવાર ને સોપેલ હતો. અને પરિવાર તેમના વતન જવા રવાના થયા હતા.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
