<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ઉના : બાળક ઉપર હુમલો કરીને નાસી જનાર દીપડો પાંજરે પુરાયો

(વિનુ જોષી દ્વારા) ઉના, તા. ૩૦ : ઉના તાલુકા ના નાદરણ ગામ ની સીમ મા નવ વરસ ના બાળક ઉપર હુમલો કરનાર દીપડા ને વન વભાગે પાંજરે પુરી લીધો છે.

નાદરણ ગામ ની સીમ વિસ્‍તાર મા ખેતર મા મકાન બાંધી રહેતા સાર્દુલભાઈ બાબુભાઇ મેવાડા ના પુત્ર ક્રિશ ઉ. વ. ૯ ને સાંજના સમયે  ફળીયા મા  રમતો હતો ત્‍યારે એક દીપડો એ તેમની ઉપર હુમલો કરી ગળા ના ભાગે દાબોચી લઇ નાસ્‍તો હતો ત્‍યારે સાર્દુલભાઈ અને પરિવાર જનો એ દીપડા પાછળ દોટ મૂકી હાકલા પડકાર કરતા દીપડો ક્રિશ ને છોડી નાસી ગયો હતો ગળા ના ભાગે ઇજા થતા ઉના હોસ્‍પિટલ સારવાર માટે ખસેડેલ હતા.

ગીર પૂર્વ ધારી વન વિભાગ જશાધાર રેન્‍જ ની કચેરી ના એ. સી. એફ. કપિલ ભાઈ ભાટિયા અને વન વિભાગ ની ટીમે બનાવ સ્‍થળ આજુબાજુ ચાર પાંજરા ગોઠવેલ હતા જેમાં આજે સવારે એક પાંજરા મા છ  થી સાત  વરસ નો દીપડો પકડાઈ ગયો હતો.આ દીપડાએ બાળક ઉપર હુમલો કરેલ છે કે કેમ તેની  તેમને તપાસ માટે જશાધાર એનિમલ કેર સેન્‍ટર લઇ જવામાં આવેલ છે. હજુ આ વિસ્‍તારમા  અન્‍ય એક દીપડાના સગડ હોય તેને પકડવા પાંજરું ગોઠવેલ છે.

(1:15 PM IST)