<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

ઉનાઃ ખેતરમાં દીપડો ત્રાટકતા ખેડૂતને ગંભીર ઇજા

 

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૪ :.. ખેતર મા કામ કરતા ખેડૂત ઉપર દીપડા એ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા ખેડૂતને સારવાર માટે ઉના હોસ્‍પિટલે સારવાર માટે ખસેડાયા છે.

તાલુકાના ઊંટવાળા અને લુહારી મોલી ગામ વચ્‍ચે  ખેતરમાં આજે બપોરે ખેતરમાં કામ કરતા ખેડૂત નારણભાઈ સાદુલભાઈ વાઘેલા ઉંમર વર્ષ ૫૦ ઉપર શિકારની લાલચમાં ખેતરમાં આવેલ એક દીપડો ખેડૂતનારણ ભાઈ  સમજે તે પહેલા તેમની ઉપર ત્રાટકેલ હતો.તેમનો હાથ દીપડા એ જડબા મા લઈ લીધો હતો ખેડૂત નારણભાઈ રાડારાડી કરતા આજુબાજુના ખેતરમાં કામ કરતા લોકો દોડી આવ્‍યા હતા અને આહાકલા પડકારા કરી દીપડાને ભગડેલ હતો  નારણ ભાઈ ને દીપડા સંકજા માંથી છોડાવેલ હતા  અને નારણભાઈ ને ગંભીર ઈજા પહોંચતા ઉના સરકારી દવાખાને સારવાર માટે ખસેડલ  હતા.

 આ અંગે તેમના પરિવાર ના લોકો એ  વન વિભાગને  જાણ કરતા વન વિભાગ ના કર્મચારીઓ  દવાખાને દોડી આવ્‍યા હતા.અને દીપડાને પકડવા સ્‍થળ ઉપર પહોંચી દીપડા નું લોકેશન મેળવી. પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી છે.

(11:47 AM IST)