તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
ઉનાઃ માટી ભરેલું ટ્રેક્ટર સાથે ટકરાયાં બાદ ફંગોળાય ગયેલા ચાલકનું મોત

(નવીન જોષી દ્વારા) ઉના,તા.૨૩: તાલુકાના વડળિયાળા પાસે માટી ભરેલું ટેક્ટર અકસ્માતે પથ્થર સાથે અથડાતા ટ્રેક્ટરના ફંગોળાય ગયેલ સંદીપ હરજીભાઈ મકવાણાનું મૃત્યુ નીપજ્યું હતું.
ગઢડા તાલુકા ના ઉટવાયા ગામ ના ટ્રેક્ટર ચાલક સંદીપ ભાઈ હરેશ ભાઈ મકવાણા પોતાના કબજા વાળું ટ્રેક્ટર ટ્રોલી સાથે સવારે ખિલાવડ ગામ થી માટી ભરી ને આવતો હતો ત્યારે વડવિયાળા ગામ પાસે રોડ વચ્ચે એક પથ્થર સાથે ટ્રેક્ટર અથડાતા જોરદાર ઝટકો લાગેલ અને સ્ટેરીંગ સીટ ઉપર થી ઉછળી રોડ ઉપર પટકાતા પાછળ ની ટ્રોલી ના વિહિલ નીચે આવી ચીપાઇ જતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું.
આ બનાવનો લોકોને જાણ થતા લોકો ઘટના સ્થળે ટોળે ટોળા આવી ગયા હતા અને ગીર ગઢડા પોલિસ ને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને મળતક ને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ વધુ તપાસ કરી રહી છે. લી.નવીન જોશી, ઉના
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
