<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

મોરબી અને માળિયામાં કેનાલમાં ડુબી જતા બે યુવકના મોત.

સરતાનપર રોડ પર ટ્રકની ઠોકરે, ટીંબડી પાસે હાર્ટએટેકથી યુવાનોના જીવ ગયા.: મોરબીના નજીક નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા ઓરિસ્સાના વતની શ્રમિકનું મૃત્યુ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના લગધીરપર રોડ પર આવેલમેટ્રોવર્લ્ડ સિરામિક ફેકટરીમાં રહેતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઓરિસ્સાના વતની હરેન્દ્રકુમાર દાસ ભગવાનદાસ ગત તા.6ના રોજ સાંજના સમયે નર્મદા કેનાલમાં ન્હાવા પડતા પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.નર્મદા કેનાલમાં ડૂબ્યા બાદ આ યુવકનો મૃતદેહ ગઈકાલે જોધપર નદી ગામ નજીકથી મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

બીજા બનાવમાં માળીયા મિયાણાના જુના ઘાટીલા ગામે કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત.
માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલમાં સિંચાઈ માટે મુકવામાં આવેલ ઇલેક્ટ્રિક પંપના હોઝ પાઈપમાં કચરો આવી જતા ગત તા.6ના રોજ સવારના સમયે હોઝ પાઈપનો કચરો સાફ કરવા કેનાલમાં ઉતરેલા દીપકભાઈ શાંતિલાલ ઉભડિયા ઉ.41 રહે.જુના ઘાટીલા નામના યુવકનું પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબીના સરતાનપર રોડ પર ટ્રકની ઠોકરે બાઈક ચાલકનું મોત.
મોરબી તાલુકાના મકનસર આઉટ પોસ્ટ પોલીસ મથક હેઠળ આવતા સરતાનપર રોડ પર ગઈકાલે સવારે અગિયારેક વાગ્યાના અરસામાં બાઈક લઈને જતા યુવાનને ટ્રક ચાલકે સામેથી ઠોકર મારી અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં મોરબીના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબીના ટીંબડી પાટિયા નજીક હાર્ટએટેક આવી જતા યુવકનું મૃત્યુ.
મોરબી તાલુકાના ટીંબડી પાટિયા નજીક શિવાય એન્ટરપ્રાઈઝ પાસે રહેતા હસમુખભાઈ સવારામભાઈ રાજગોર ઉ.35 નામના યુવકને ગઈકાલે બપોરના સમયે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ હાર્ટએટેક આવી જતા સમર્પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે

(11:41 PM IST)