<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

ભાવનગર નજીક બલેનો અને એક્‍ટિવા વચ્‍ચે ટક્કરમાં બે યુવાનોના મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૮: ભાવનગર-રાજકોટ રોડ પર નવાગામ ખાતે પટેલ સ્‍ટ્રેપ કંપની પાસે થયેલા ગંભીર અકસ્‍માતમાં બે વ્‍યક્‍તિઓના મોત નિપજ્‍યા હતા. મારુતિ સુઝુકી બલેનો નંબર GJ ૩૬ L ૩૦૩૦ અને એક્‍ટિવા નંબર GJ ૦૪ ED ૮૩૪૨ વચ્‍ચે થયેલી આ ટક્કર એટલી ભયાનક હતી કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્‍યું હતું અને ઘટનાસ્‍થળે જ બે લોકોના જીવ ગયા હતા.

અકસ્‍માતમાં મળત્‍યુ પામેલા બંને યુવાનો ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્‍તારમાં રહેતા હોવાનું ખુલવા પામ્‍યું છે. જેમાં સુનિલભાઈ રમણીકભાઈ ગોહેલ ઉં.વ. ૩૬ અને વિજય કાંતિભાઈ મેર ઉં.વ. ૩૫ નો સમાવેશ થાય છે. બંને યુવાનોના અકાળે મોતથી કરચલિયા પરા વિસ્‍તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

અકસ્‍માત બાદ સ્‍થાનિક લોકો તાત્‍કાલિક સ્‍થળ પર દોડી આવ્‍યા હતા અને સંબંધિત તંત્રને જાણ કરવામાં આવી હતી. રોડ પર ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

બનાવની જાણ થતાં સિહોર પોલીસ કાફલો પણ ઘટનાસ્‍થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મળતદેહોને પોસ્‍ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્‍માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(11:13 AM IST)