<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

દ્વારકાના સલાયામાં મચ્છીપીઠ પાસે બે યુવકો પર છરી વડે કરાયો હુમલો : બંને ગંભીર રીતે ઘાયલ

ઇજાગ્રસ્ત યુવકો ઓખા અને જામનગરના હોવાની ચર્ચા : ધાર્મિક કાર્યક્રમમાં આવેલા યુવકો સાથે બબાલ થયા બાદ હુમલો થયાનું અનુમાન.

દ્વારકાના સલાયામાં મોડી રાત્રે બે યુવકો પર છરી વડે હુમલો કરવાની ઘટના નોંધાઈ છે. મચ્છીપીઠ નજીક અજાણ્યા શખ્સોએ બે યુવકો પર કર્યો હુમલો કર્યો હતો , આ હુમલામાં યુવકોને માથા અને છાતીના ભાગે છરીના ઘા વાગતાં બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા  પ્રાથમિક સારવાર બાદ બંનેને વધુ સારવાર માટે જામનગર ખસેડાયા છે . ઇજાગ્રસ્ત યુવકો ઓખા અને જામનગરના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે . ધાર્મિક કાર્યક્રમમાં આવેલા યુવકો સાથે બબાલ થયા બાદ હુમલો થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે  ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને  હુમલા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે .

(6:28 PM IST)