તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
સાવરકુંડલામાં બીજા માળેથી પડી જવાથી બે વર્ષની રિધ્ધીનું મોત

રાજકોટ તા. ૨૭: સાવરકુંડલામાં બે વર્ષની બાળકીનું રમતાં રમતાં બીજા માળેથી પડી જતાં મૃત્યુ થયું છે. જાણવા મળ્યા મુજબ સાવરકુંડલામાં જુમ્મા મસ્જીદ પાસે રહેતાં રાજુભાઇ ચોૈહાણની દિકરી રિધ્ધી (ઉ.વ.૨) ૨૫મીએ સવારે સાડા આઠેક વાગ્યે ઘરના બીજા માળે રમતી હતી ત્યારે અકસ્માતે પડી જતાં ગંભીર ઇજા થતાં સાવરકુંડલા સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. એ-ડિવીઝન પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી સાવરકુંડલા પોલીસને જાણ કરી હતી.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
