<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

જામનગરમાં મહિલામાં સૌથી વધુ 15 લાડુ આરોગી બે મહિલાઓ વિજેતા : ડ્રોમા પદ્મિનીબેન ગજેરા પ્રથમ : પુરુષોમાં ગંભીરસિંહ વાળાએ 12 લાડુ આરોગી પ્રથમ ક્રમાંક હાસલ કર્યો

જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા યોજાઈ : જેમાં 44 સ્પર્ધકોએ લાભ લીધો :બાળકોમાં 7 લાડુ આરોગી વ્યોમ વ્યાસે પ્રથમ ક્રમાંક મેળવ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૪ :       જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 44 સ્પર્ધકોએ લાભ લીધો હતો એમાં સૌથી વધુ મોદક મહિલાએ આરોગ્ય છે.

જામનગરમાં યોજાયેલી આ લાડુ સ્પર્ધામાં નાના મોટા ઉંમરના 44 જેટલા લોકોએ અલગ અલગ ચાર ગ્રુપમાં ભાગ લીધો હતો. જેમાં મહિલામાં  સૌથી વધુ 15 લાડુ

 આરોગી બે મહિલાઓ વિજેતા બની હતી જેમા ડ્રો થયો હતો અને પદ્મિનીબેન ગજેરા પ્રથમ ક્રમાંકે આવ્યા હતા. તો પુરુષોમાં ગંભીરસિંહ વાળાએ 12 લાડુ આરોગી પ્રથમ ક્રમાંક હાસલ કર્યો હતો તો યુવાનોમાં 9 લાડુ આરોગી જગદીશ દવેએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે બાળકોમાં પણ 7 લાડુ આરોગી વ્યોમ વ્યાસે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો જેને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(3:15 PM IST)