<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

કચ્છમા નખત્રાણાના ઢોરા ગામ પાસે ગમખ્વાર અકસ્માતમા બે શિક્ષિકાનાં મોત

મોપેડને ટ્રેલરે હડફેટે લેતા બંને શિક્ષિકાઓનું ઘટનાસ્થળે જ કરુણ મોત : ફરી જીવલેણ અકસ્માતથી માર્ગ સલામતી સામે સવાલો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮ : ભુજ : નખત્રાણા તાલુકાના ઢોરા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક મળતી માહિતી અનુસાર, મોપેડને ટ્રેલરે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોપેડ પર સવાર બંને શિક્ષિકાઓને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આ વિસ્તારમાં ડમ્પર અને ટ્રેલર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં સગર્ભા મહિલા સહિત ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. એક બાદ એક સર્જાતા જીવલેણ અકસ્માતોને પગલે માર્ગ સલામતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

(11:29 AM IST)