તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
કચ્છના રાપર પંથકમાં વીજળી પડવાની બે અલગ-અલગ ઘટનામાં બે દિવસમાં બે યુવકોના મોત
વરસાદી માહોલ વચ્ચે વીજળી પડવાની ઘટનાઓથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં પણ ચિંતા ફેલાઈ

કચ્છના રાપર પંથકમાં વીજળી પડવાની બે અલગ-અલગ ઘટનામાં બે દિવસમાં બે યુવકોના મોત થયા છે. જીલાર વાંઢમાં બકરા ચરાવવા ગયેલા યુવક પર અચાનક વીજળી પડતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. કેસાભાઈ તરસી કોળીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બીજી તરફ આડેસર ગામે પણ વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં જયંતિભાઈ ભવાનભાઈ પરમાર નામના યુવકનું મોત થયું છે. બે દિવસમાં વીજળી પડતાં બે યુવકોના મોતથી રાપર પંથકમાં ચકચાર મચી છે. વરસાદી માહોલ વચ્ચે વીજળી પડવાની ઘટનાઓથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં પણ ચિંતા ફેલાઈ છે.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
