તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
જામનગરના મેઘપર ગામે ૯ લાખના ડ્રગ્સ સાથે બે પંજાબી શખ્સો ઝડપાયા

જામનગર તા.૨૦: મેઘપર ગામ ખાતે કેનેરા બેન્કની પાછળ, હરેન્દ્રસિંહ હેમંતસિંહ કંચવાના રૂમો પૈકી રૂમ નંબર-૧૦૧મા ભાડેથી રહેતા મનજીતસિંઘ પંજાબી અને ચમકુરસિંઘ પંજાબી રહે. બન્ને પંજાબ વાળાઓ કેફી માદક પદાર્થ પાવડર સાથે હાજર હોય. જે બાતમી આધારે રેઈડ કરતા (૧) મનજીતસિંઘ સન/ઓફ નરંજનસિંઘ તથા (૨) ચમકુરસિંઘ સન/ઓફ કુલદીપસિંઘ માદક પદાર્થ ઓપીએટ (હેરોઈન, મોર્ફીન, કોડીન) ડ્રગ્સના કુલ વજન ૪૦.૦૬ ગ્રામ કી.રૂ. ૮,૮૧,૨૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂા.૮,૯૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડેલ છે.
આ માદક પદાર્થ ડ્રગ્સ સપ્લાય કરનાર પકડવાના બાકી આરોપી બધેલસિંઘ રહે. તરણતારણ, પંજાબ વાળાઓ વિરૂધ્ધ ફરિયાદ આપતા મેઘપર (પડાણા) પો.સ્ટે.માં ગુનો દાખલ કરાવેલ છે.
આ કાર્યવાહી મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર એ.એલ.બારસીયા તથા એ.એસ.આઈ. એમ.એલ.જાડેજા, એ.એસ.આઈ. જે.ડી.ઝાલા તથા પો.હેડ કોન્સ. સુધીરસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. રોહીતભાઈ થાનકી, તથા પો.કોન્સ. વિક્રમસિંહ જાડેજા, પો.કોન્સ. ગૌતમભાઈ ચાવડા, પો.કોન્સ. કરણાભાઈ વસરા, પો.કોન્સ. સલીમભાઈ મલેક, પો.કોન્સ. મહેશભાઈ જોગલ તથા પો.કોન્સ. કુલદિપસિંહ પરમાર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
