<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

જામનગરમાં પોલીસની હાજરીમાં હંગામો મચાવનાર બે શખ્સો ઝડપાયા : ધારિયા સહિતના હથિયારો જપ્ત

હસન ઉર્ફે જહાંગીરભાઈ શેખ અને સબ્બીર ગફારભાઈ સંઘારની ધરપકડ; પોલીસે કાર્યવાહી હાથ ધરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૫ : શહેરમાં પોલીસની હાજરીમાં હંગામો મચાવનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. ઘટનામાં સંડોવાયેલા હસન ઉર્ફે જહાંગીરભાઈ કરીમભાઈ શેખ અને સબ્બીર ગફારભાઈ સંઘારની પોલીસે ધરપકડ કરી છે.

 

પોલીસ દ્વારા બંને આરોપીઓ પાસેથી ધારિયા સહિતના હથિયારો કબજે કરવામાં આવ્યા છે. શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બંને શખ્સોને કસ્ટડીમાં લીધા છે.

 

આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(2:27 PM IST)