News of Monday, 22nd June 2026
વડીયાના દેવળકીમાં દિવાલ માથે પડતા અને બગસરાના સાપરમાં બાઈક સ્લીપ થતા બે ના મોત
વડીયા અને બગસરા પોલીસ મથકમાં મોત નિપજયાનું જાહેર કરાયું

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. રર : અમરેલી જીલ્લામાં દિનપ્રતિદિન અપમળત્યુંના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે.ત્યારે જીલ્લામાં વધુ બે અપમળત્યુંના બનાવો પોલીસ મથકમાં જાહેર થયા હતા.જેમાં વડીયાના દેવળકીમાં દિવાલ માથે પડતા પ્રૌઢનું બગસરાના સાપરમાં બાઇક સ્લીપ થતા પ્રૌઢનું મોત નિપજયું હતું.વડિયાના દેવળકી ગામે ભીમાભાઈ કાળુભાઈ ટોળીયાના ઘરે બહાદુરભાઈ ભગનવાનજીભાઈ દુદકીયા ઉ.વ.૪૦ દિવાલ પાડવાનું કામ કરતા હોય. અને દિવાલ પડતા તેમને શરીરે ઈજા થતા સારવાર માટે જેતપુર સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે મળત જાહેર કર્યાનું સંજયભાઈ ભગવાનજીભાઈ દુદકીયાએ વિડયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.બીજા બનાવમાં બગસરા તાલુકાના શાપર ગામના ચતુરભાઈ ફુલાભાઈ ત્રાપસીયા ઉ.વ.૫૯ તા.૧૯-૬ ના ૧૧:૧૫ કલાકે કોઈપણ સમયે ઝાંઝરીયા રોડ ઉપર આવેલ કેનાલ પાસે મેલડી માતાના મંદિરે જવાના કાચા રસ્તે પોતાના બાઈક પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ જતા માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થવાથી મોત નિપજયાનું લાખાભાઈ ફુલાભાઈ ત્રાપસીયાએ બગસરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
લીલીયાના પુંજાપાદરમાં ગેસ
શરૂ કરવા જતા ધડાકા સાથે
આગ લાગતા પ્રૌઢા દાઝી
પુંજાપાદર ગામે કૈલાસબેન રાજેશભાઈ ધાનાણી ઉ.વ.૫૫ તા. ૧૮-૬ ના વહેલી સવારે ચા નાસ્તો બનાવવા રસોડામાં જતા ગેસના બાટલામાંથી ચુલા સાથે જોઈન્ટ કરેલ રબરની નળી ચુલા બાજુથી તુટી ગયેલ હોય. અને ત્યાંથી રાત્રિના સમયે ગેસ લીકેજ થયેલ હોય.અને સવારે રસોડામાં જઈ ગેસ શરૂ કરવા જતા અચાનક ઘડાકા સાથે આગ લાગતા કૈલાસબેન આખા શરીરે દાઝી ગયાનું પતિ રાજેશભાઈ મનજીભાઈ ઘાનાણીએ લીલીયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
રાજુલાના પટવા વાડી
વિસ્તારમાં રહેતી પરણીતા ગુમ
રાજુલાના પટવાવાડી વિસ્તારમાં રહેતી પરણીતા તા.૧૩-૬-૨૬ ના સવારે રાજુલા પોતાના ભાઈના ઘરે આટો મારવા જવાનું કહી કયાંક જતી રહી ગુમ થયાનું પતિએ મરીન પીપાવાવ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
