News of Saturday, 9th May 2026
જામનગરમાં ફાઇનાન્સ કંપની સાથે છેતરપિંડી આચરવાના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગરમાં ફાયનાન્સ કંપની પાસે થી લોન મારફત ટ્રક ખરીદ્યા પછી તેના હપ્તા નહીં ભરી છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવા અંગે કેટલાક શખ્સો સામે વર્ષ ૨૦૨૧ માં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આ.અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.
આ ગુન્હામાં કેટલાક આરોપીઓ ની આગાવ ધરપકડ કરવામાં આવ્યા પછી સુભાષ પાર્ક પાછળ વળંદાવન પાર્ક-ર માં રહેતા નીકુંજ અનિલભાઈ ચોવટીયા તથા હીરેન અનિલભાઈ ચોવટીયા ના પણ નામ ખૂલ્યા હતા. આ બંને આરોપી પકડવાના ઝડપાયા ન હતા. દરમિયાન આ શખ્સો લાલપુર બાયપાસ પાસે આવ્યા હોવાની બાતમી ના આધારે પેરોલ ફર્લો સ્કવોડ ની ટીમ દ્વારા આ બંને શખ્સ ની અટકાયત કરવામા આવી છે. અને આરોપી નો કબજો સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવ્યો છે
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
