<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

જામનગર હાઇવે ઉપરની મોમાઇ ટ્રાન્‍સપોર્ટમાં ચોરી અંગે બે લાખના મુદામાલ સાથે ત્રણ પકડાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૯: રાજકોટ હાઇવે રોડ રામપરગામના પાટીયા પાસે આવેલ શ્રી મોમાઇ ટ્રાન્‍સપોર્ટમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ રીઢા આરોપીઓને કુલ કિ.રૂ.૧,૯૯,૦૦૦/- ના મુદામાલ સાથે પંચકોષી એ-ડીવીઝન પોલીસે ઝડપી લીધા છે.

હકીકત મળેલ કે ઉપરોક્‍ત ઘરફોડ ચોરીનો મુદ્દામાલ લઇને ત્રણ ચોર ઇસમો બે મો.સા. લઇને અહીથી મુદામાલ વેચવા માટે નીકળવાના છે જેમાથી એક મો.સા.ના નંબર જીજે૧૦ઇકે૦૧૦૯ છે તેમા એક ઇસમ બેટરી લઈને પાછળ બેસેલ છે અને બીજુ મો.સા. નં જીજે૧૦ઇએ૭૬૭૪ છે જેમા મો.સા ના આગળના ભાગે ટ્રક ની ઇલેકેટ્રીક વાયર લુમ નંગ-ર બાચકા રાખેલ છે તપાસ ગોઠવી મજકુર ઇસમોને (૧) આલ્‍ફા કંપની બેટરી નંગ-૧ કિ.રૂ. ૧૨૦૦૦/- (૨) ટ્રકની ઇલેકેટ્રીક વાયર લુમ મોટી નંગ-૧ કિ.રૂ. ૩૨૦૦૦/- (૩) ટ્રકની ઇલેકેટ્રીક વાયર લુમ નાની નંગ-૧ કિ.રૂ. ૨૫૦૦૦/- (૪) ચોરીના ગુન્‍હામાં ઉપયોગમાં લીધેલ બે મો.સા. તથા મોબાઇલ મળી જેની કુલ કી.રૂ.૧,૩૦,૦૦૦/- એમ કુલ કી.રૂ.૧,૯૯,૦૦૦/- ના મુદામાલ સાથે ધરપકડ કરી અનડીટેક્‍ટ પરફોડ ચોરીનો ગુનો ડીટેક્‍ટ કરેલ છે.

આરોપી (૧) આઇધનભાઇ બચુભાઇ વાઘેલા તથા (૨) પરવીન ઉર્ફે કરીમ ગોવિંદભાઈ વાઘેલા રહે-બંન્ને ગુલાબનગર ઓવરબીજ નીચે પાણીના ટાંકા પાસે રેલ્‍વે પાટાની બાજુમાં જામનગર (૩) ગગજીભાઇ અજમલભાઈ વાઘેલા રહે. ધુંવાવ હાઉસિંગ બોર્ડ પ્રભુભાઇની દુકાન સામેની શેરીમા છે.

આ કાર્યવાહી પંચકોષી એ-ડીવી. પો.સ્‍ટે. ના પો.ઈન્‍સ. આઇ.એ.ઘાસુરા, એ.એસ.આઈ. નિર્મળસિંહ બી. જાડેજા તથા પો.હેડ કોન્‍સ. જયદિપસિંહ એસ.જાડેજા તથા ચેતનભાઇ આર.ઘાઘરેટીયા તથા પો.કોન્‍સ. હરદેવસિંહ એમ. ઝાલા તથા પો.કોન્‍સ. કમલેશભાઇ એ. ખીમાણીયા તથા અજયસિંહ પી.જાડેજા તથા કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ રૂમ વિગેરે નાઓએ કરેલ છે.

(1:31 PM IST)