તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ઉમેજ ગામે દુર્ઘટનામાં બે શ્રમિકોના મોત
કૂવો ખોદવાની કામગીરી દરમિયાન અચાનક દોરડું તૂટી જતા બંને શ્રમિકો આશરે 70 ફૂટ ઊંડા કૂવામાં પટકાયા

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ઉમેજ ગામે દુર્ઘટનામાં બે શ્રમિકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ કૂવો ખોદવાની કામગીરી દરમિયાન અચાનક દોરડું તૂટી જતા બંને શ્રમિકો આશરે 70 ફૂટ ઊંડા કૂવામાં પટકાયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બંને શ્રમિકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
