તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
સાયલાના ઢીંગવાડી તળાવમાં નાહવા માટે ગયેલા બે કાઠી યુવાનના મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ , તા., ૨૯ : સાયલા તાલુકાના ઢીંગવાડી ગામ ખાતે ગામની સીમમાં આવેલા તળાવમાં શહેરના ત્રણ યુવકો ગરમીથી બચવા માટે થઈ અને નાવા માટે તળાવે ગયા હતા ત્યારે ત્રણેય યુવકો તળાવમાં નાહવા માટે પડ્યા હતા જે ત્રણેય યુવકો ડૂબવા લાગતા આજુબાજુના લોકોએ ભારે દેકારો મચાવતા સ્થાનિક લોકોએ એક યુવકને બચાવ્યો હતો જ્યારે બે યુવકો તળાવમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારબાદ તળાવની પાળ ઉપર પરિવારજનો પહોંચ્યા હતા. સ્થાનિક તરવૈયાને બોલાવી અને બંનેના મળતદેહોને બહાર કાઢવાની ફરજ પડી હતી. પોલીસ મિત્રોના જણાવ્યા અનુસાર બે કાઠી દરબાર યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે જ્યારે હાજર ત્રીજો યુવકને ગ્રામજનોએ બહાર કાઢયો હતો.
જેમાંના પોકી કરાડી ગામના નિવાસી પ્રતાપભાઈ ટપુભાઈ ખાચર કાઠી દરબાર ઉંમર વર્ષ ૨૪ અને ઢીક વાળી ગામના નિવાસી ૨૦ વર્ષીય મહેલ ભાઈ બાબુભાઈ કાઠી દરબાર પાણીમાં ઉતર્યા હતા અને અચાનક ડૂબી ગયા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદ થી બંને યુવકોના મળતદેહો તળાવમાંથી શોધી અને બહાર કાઢયા હતા ત્યારે પરિવારજનો કોઈ શંકા ન હોવાના અને અકસ્માતે મોત થયું હોવાનું નિવેદન નોંધાવી પોસ્ટમોર્ટમ નહીં કરાવવાની રજૂઆત કરી હતી.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
