<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

આગાહી વચ્ચે કચ્છના રાપરમાં બે ઇંચ વરસાદ : અન્ય તાલુકાઓમાં વિરામ વચ્ચે મેધરાજાની રાહ

વાતાવરણમાં ઠંડક પ્રસરી : પ્રાંથળ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા જોત જોતા મા પાણી પાણી થઈ ગયુ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭ : કચ્છમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે માત્ર રાપર તાલુકામાં ગાજવીજ સાથે બે ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય ૯ તાલુકાઓમાં મેઘાડંબર વચ્ચે દિવસ કોરો ધાકોડ રહ્યો હતો. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર મા આજે દિવસ દરમિયાન અવારનવાર વરસાદ ના ઝાપટા વરસ્યા હતા. જેના કારણે વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી તો પ્રાંથળ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જોત જોતા મા પાણી પાણી થઈ ગયું હતું. તાલુકાના ગામો લોદ્રાણી, બાલાસર, જાટાવાડા, મૌઆણા, બેલા, આણંદપર, વૃજવાણી, દેશલપર સહિત ના વિસ્તાર મા વરસાદ અંદાજે બે ઇંચ જેટલો વરસાદ વરસ્યાનુ લોદ્રાણી થી દિલીપભાઈ ધૈયડા એ જણાવ્યું હતું તો બાલાસર મા પણ વરસાદ ના કારણે પાણી વહી નિકળ્યા હતા એમ બાલાસર પીએસઆઇ ડી.આર.ગઢવી એ જણાવ્યું હતું. જ્યારે જાટાવાડા, બેલા, મૌઆણા, આણંદપર, વૃજવાણી સહિત ના વિસ્તાર મા ગાજવીજ સાથે બે ઇંચ વરસાદ પડ્યા નું હકુભા વાઘેલા એ જણાવ્યું હતું ઉપરાંત મોમાયમોરા, મોડા, સણવા, આડેસર સહિત ના વિસ્તાર મા ગાજવીજ સાથે વરસાદ વરસ્યા ના અહેવાલ મળ્યા હતા. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)

(9:27 AM IST)