તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
અમરેલીના વંડા પોલીસ સ્ટેશનના બે હેડ કોન્સ્ટેબલ અને બે વચેટિયા ૫૧ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
પોલીસ દ્વારા માર ન મારવા અને ધંધો શાંતિથી ચલાવવા દેવા માટે પોલીસ કર્મચારીઓ દ્વારા 1.25 લાખ રૂપિયાની મોટી રકમ માંગી હતી

અમરેલીના વંડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિજય મેર અને છગન ડાભીએ એક વ્યક્તિ પાસે લાંચની માંગણી કરી હતી. આ લાંચ મુખ્યત્વે મોબાઈલ અને કાર કબજે ન કરવા, પોલીસ દ્વારા માર ન મારવા અને ધંધો શાંતિથી ચલાવવા દેવા માટે માંગવામાં આવી હતી. શરૂઆતમાં પોલીસ કર્મચારીઓ દ્વારા 1.25 લાખ રૂપિયાની મોટી રકમ માંગવામાં આવી હતી, પરંતુ અંતે રકઝકના અંતે 51,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.
લાંચની રકમ આપવી ન હોવાથી ફરિયાદીએ આ અંગે ACB (એન્ટી કરપ્શન બ્યુરો)નો સંપર્ક કર્યો હતો. ACB દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં વચેટિયાઓ દ્વારા લાંચની રકમ સ્વીકારતી વખતે જ પોલીસ કર્મચારીઓ અને બે વચેટિયાઓને દબોચી લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કોન્સ્ટેબલ વિજય મેર, છગન ડાભી અને તેમની સાથે સંકળાયેલા બે વચેટિયાઓનો ભાંડો ફૂટી ગયો છે.
ACBએ આ મામલે ગુનો નોંધીને ચારેય આરોપીઓની અટકાયત કરી છે. પોલીસ વિભાગમાં જ ચાલતા આવા ભ્રષ્ટાચારના કિસ્સાએ ચકચાર જગાવી છે. હાલમાં ACB દ્વારા આ નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ અને અગાઉ પણ આવા કોઈ કિસ્સા બન્યા છે કે નહીં, તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
