<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

કાયચિકિત્સા વિભાગ દ્વારા બે દિવસ માટે ITRA ખાતે વૃદ્ધો માટે માઈલ્ડ ન્યૂરોકોગ્નીટિવ ડિસઓર્ડર માટે સારવાર કેમ્પ

ભૂલવાની સમસ્યા અને યાદશક્તિમાં ઘટાડા જેવા માઈલ્ડ ન્યૂરોકોગ્નીટિવ ડિસઓર્ડર માટે ખાસ 55 થી 80 વર્ષના દરડીઓ માટે નિ:શુલ્ક કેમ્પનું આયોજન

જામનગર : આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન જામનગર ખાતે કાયચિકિત્સા વિભાગ દ્વારા ભૂલવાની સમસ્યા અને યાદશક્તિમાં ઘટાડા જેવા માઈલ્ડ ન્યૂરોકોગ્નીટિવ ડિસઓર્ડર માટે તા. 16 અને 17 જૂલાઈના રોજ સવારે 9 થી 12:30 તથા સાંજે 4 ટી 5:30 દરમિયાન ઓ. પી. ડી. નંબર 10 અને 11 ખાતે ખાસ 55 થી 80 વર્ષના દરડીઓ માટે નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વારંવાર વસ્તુઓ ભૂલી જવી, એક જ પ્રશ્ન વારંવાર પૂછવો, નામ અથવા વસ્તુઓ યાદ ન આવવી, ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ થવી, ગૂંચવણ અનુભવવી, વાતચીતમાં યોગ્ય શબ્દો યાદ ન આવવા જેવા લક્ષણો હોય છે.

હાલ ભારતમાં સિનિયર સિટીઝન લોકોમાં 20% વૃદ્ધોમાં માઈલ્ડ ન્યૂરોકોગ્નીટિવ ડિસઓર્ડર જોવા મળે છે. એક અંદાજે 2.4 કરોડથી વધું ભારતીય વૃદ્ધો આ સમસ્યાથી પીડાય છે. જો સમસ્યા વકરે તો ડિમેન્શિયા અથવા અલ્ઝાઇમર જેવા ગંભીર રોગનું જોખમ વધે છે. આ માટે આઈ ટી આર એ  આયોજિત ઓ.પી.ડીમાં જરૂરી નિદાન, સારવાર અને દવાઓનો લાભ લેવાં સંસ્થાના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરી દ્વારા યાદીમાં જણાવાયું છે.

(10:37 PM IST)