તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
જેતપુરમાં બે દિવસના ધોધમાર વરસાદથી જૂનાગઢ રોડ પર મામલતદાર કચેરીની કમ્પાઉન્ડ દિવાલ ધરાશાયી : સદનસીબે જાનહાનિ ટળી : જુઓ વિડિયો
નગર સેવા સદન પરિસરની દિવાલ પડી, ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળતા રાહત : તંત્ર દ્વારા લોકોને જર્જરિત બાંધકામથી દૂર રહેવા સૂચના

(કેતન ઓઝા દ્વારા)જેતપુર : જેતપુર શહેરમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે આજે જૂનાગઢ રોડ ઉપર આવેલ નગર સેવા સદન મામલતદાર કચેરીની કમ્પાઉન્ડ દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી.
સતત વરસાદને કારણે દિવાલની નીચેની માટી ધોવાઈ જતા સમગ્ર દિવાલ એકાએક જમીનદોસ્ત થઈ હતી. ઘટના બની ત્યારે દિવાલ પાસે કોઈ વ્યક્તિ કે વાહન ન હોવાથી સદનસીબે જાનહાનિ થવા પામી નહોતી અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. હાલ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે.
બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે જેતપુર શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાવા સાથે જૂની દિવાલો અને મકાનો માટે જોખમ ઉભું થયું છે. તંત્ર દ્વારા લોકોને જર્જરિત બાંધકામથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
