<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

આટકોટ પાસે બોલેરોમાં કતલખાને ધકેલાતા બે બળદને બચાવી લેવાયા

જીવદયા ફાઉન્‍ડેશન અને પોલીસની સંયુકત કામગીરીઃ ધોરાજીના બોલેરો ચાલક સામે કાર્યવાહી

તસ્‍વીરમાં બે બળદને બચાવી લેનાર જીવદયા પ્રેમીઓની ટીમ નજરે પડે છે. (તસ્‍વીરઃ કરશન બામટા આટકોટ)

(કરશન બામટા દ્વારા) આટકોટ તા. ર૬: આટકોટ નજીક જીવદયા પ્રેમીઓની સતર્કતાના કારણે કતલખાને ધકેલાતા બે બળદને બચાવી લેવાયા હતા.

 જસદણ પોળારપર રોડ પર સાગરમીલની બાજુમાં રહેતા કીશનભાઈ ભાઈ સુરેશભાઈ જાડાએ જીવદયા પ્રેમીઓ સમક્ષ રજૂઆત કરી હતી. જીવદયા પ્રેમીઓ દ્વારા આ અંગે આટકોટ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ધોરાજીના બોલેરો ચાલક સામે ગુનો નોંધ્‍યો હતો. ફરિયાદમાં આરોપી તરીકે મેરામ ઉકા ભારાઈ (રહે. માતાવાડી પ્‍લોટ, ઘોરાજી)નું નામ સામે આવ્‍યું છે. આટકોટ ગોંડલ ચોકડી નજીક જીવદયા પ્રેમીઓએ વોચ ગોઠવી શંકાસ્‍પદ બોલેરોનો પીછો કરી બોલેરો ગાડીમાં તપાસ કરતાં બે બળદને અત્‍યંત ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્‍યું હતું. જીવદયાપ્રેમીઓની સતર્કતાના કારણે બે બળદોને જીવ બચાવી લેવાતા આ કામગીરીની પ્રસંશા થઇ રહી છે.

(11:53 AM IST)