તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
આટકોટમાં વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે પકડાયાઃ રાજકોટ રેન્જની ટીમનો દરોડો
૩.૩૯ લાખનો દારૂ અને ક્રેટા કાર સહિત ૧૮.૫૪ લાખનો મુદામાલ કબ્જેઃ ત્રણ શખ્સોની શોધખોળ

તસ્વીરમાં પકડાયેલ બન્ને શખ્સો (નીચે બેઠેલ) સાથે રેન્જની ટીમ નજરે પડે છે.
રાજકોટ તા.૨૯: આટકોટમાં રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડી વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે શખ્સોને ૧૮.૫૪ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
નાયબ પોલીસ મહાનિરિક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ દ્વારા પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પો.ઇન્સ. અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પો.સબ.ઇન્સ. પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, એસ.પી.ગોહિલ, એ.વાય.ઉધાસ તથા સ્ટાફના કુલદિપસિંહ ચુડાસમા, વકારભાઇ અરબ, દિવ્યેશભાઇ સુવા, ભોજાભાઇ ત્રમટા, નિકુલભાઇ પંપાણીયા, રવિરાજસિંહ વાળા તથા ડ્રા.ગોવીંદભાઇ રબારીએ આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના ભાવનગર-રાજકોટ હાઇ-વે આટકોટ બસસ્ટેન્ડ સત્યમ હોસ્પીટલ પાસેથી હ્યુનડાઇની ક્રેટા કાર રજી. નં. જીજે-૧૦-ઇએમ-૦૯૪૫ માંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાંડની બોટલો નંગ-૧૫૩૨ કિ.રૂ.૩,૩૯,૪૮૦/- તથા હ્યુનડાઇની ક્રેટા કાર, મોબાઇલ ફોન-૨ મળી કુલ રૂ.૧૮,૫૪,૪૮૦/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપીઓ (૧) રાજુ અરજણભાઈ હુણ રહે. બોખીરા વિસ્તાર, તા.જી.પોરબંદર મૂળ રહે. ભારવાડા તા.જી.પોરબંદર (૨) ખીમા ઉર્ફે ક્કન બધાભાઈ હુણ રહે. રાણપર ગામ તા.ભાણવડ જી.દેવભૂમિ દ્વારકા હાલ બંને રહે. શાપર (વેરાવળ) ગુજરાત ગેસ પંપ તા.કોટડાસાંગાણી જી.રાજકોટ નાઓને ધોરણસર અટક કરેલ તેમજ પકડવાપર બાકી આરોપી (૩) રામકુ વીકમા આ જથ્થો સંભાળનાર (૪) વિજય ભાયજીભાઈ જોશી રહે. રાણપર ગામ તા.ભાણવડ જી.દેવભૂમિ દ્વારકા હાલ રહે. શાપર રાજકોટ તથા (૫) જેતપુર ખાતે દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો ઇસમ મળી કુલ પાંચ આરોપીઓ વિરુધ્ધ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
