તા. ૨૪ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૮ શુક્રવાર
News of Tuesday, 13th October 2026
મોરબી અને ભુજમાં પ્રોહીબીશન સહિતના ગુનામાં સંડોવાયેલ મહિલા સહીત બે આરોપી ઝડપાયા.
મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં પ્રોહીબીશન ગુનામાં તેમજ ભુજ શહેરમાં ચોરીનો મુદામાલ રાખનાર બે આરોપીઓ નાસતા ફરતા હોય જેને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ મહાનિરીક્ષક સરહદી રેંજ ભુજ દ્વારા તા. ૦૧ થી ૧૫ સુધી રેન્જના જિલ્લાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હોય જેને પગલે મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં ચોરીનો મુદામાલ રાખનાર આરોપી અભિષેક અજય શર્મા (ઉ.વ.૨૪) (રહે વડોદરા વાળા )ને વડોદરા ખાતેથી ઝડપી લઈને ભુજ શહેર બી ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યો છે.
મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં મહિલા આરોપી ફરીદાબેન જયંતીભાઈ ચૌહાણ (ઉ.વ.૪૦) (રહે ચોટીલા વાળી ) ને મોરબી વાંકાનેર હાઈવે પર જાંબુડિયા ઓવરબ્રિજ પાસેથી ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવી છે.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
