તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
અમરેલીના લીલીયામાં બહુચર્ચિત ડબલ મર્ડર કેસમાં બે આરોપીઓ ઝડપાયા : ચોંકાવનારો મોટો ખુલાસો
માત્ર 60 હજાર રૂપિયાના વાહન વિવાદ બાબતે બે શ્રમજીવીઓની નૃશંસ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું

અમરેલીના લીલીયામાં બહુચર્ચિત ડબલ મર્ડર કેસમાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો મોટો ખુલાસો થયો છે, જેમાં માત્ર 60 હજાર રૂપિયાના વાહન વિવાદ બાબતે બે શ્રમજીવીઓની નૃશંસ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પોલીસે મધ્યપ્રદેશના રહેવાસી વિનેશ અને રાજુ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ તુફાન પેસેન્જર વાહનને આગ ચાંપી દેતાં તેમાં જ સૂઈ રહેલા 16 વર્ષીય રવિ અને 21 વર્ષીય નીતિન નામના બે શ્રમજીવીઓ જીવતા ભડથું થઈ ગયા હતા. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
