<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં અઢી ઇંચ ખાબક્યો : ઘોઘામાં બે ઈંચ વરસાદ: સિહોર અને જેસરમાં એક ઇંચ વરસાદ વરસ્યો

ભાવનગર, તળાજા અને મહુવામાં પોણો ઇંચ વરસાદ : હજુ પણ વરસાદી માહોલ હોય રાત્રે વરસાદ વધુ પડવાની સંભાવના

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સાંજ સુધીમાં અડધાથી અઢી ઇંચ વરસાદ પડ્યો છે.

 જિલ્લાના તમામ ૧૦ તાલુકાઓમાં વરસાદી ઝાપટાંથી લઈને ધોધમાર વરસાદ નોંધાયો છે .પાલિતાણા તાલુકામાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદની આગળ વચ્ચે સવારથી જ વરસાદી માહોલ હતો. સવારે તેમની ભારે વરસાદ શરૂ થયા બાદ બપોરે વરસાદની તીવ્રતા વધી હતી . જિલ્લાના પાલીતાણામાં સાંજ સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. હજુ પણ વરસાદી માહોલ હોય રાત્રે વરસાદ વધુ પડવાની સંભાવના છે
આજે સવારના છ થી સાંજના છ દરમ્યાન પાલિતાણા માં  ૫૯ મી.મી.,   ઘોઘા માં ૪૪ મી.
  સિહોર માં ૨૬ મી.મી., જેસરમાં ૨૩ મી.મી., ભાવનગર શહેરમાં ૧૯ મી.મી., તળાજામાં ૧૮ મી.મી., મહુવામાં ૧૮ મી.મી.,ગારીયાધારમાં ૧૫ મી.મી ., વલ્લભીપુર અને ઉમરાળા તાલુકામાં  ૬-૬ મી.મી. વરસાદ પડ્યો છે.  ભાવનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ તેમજ ભારે વરસાદની આગાહી હોય હજુ વરસાદ પડવાની સંભાવના છે.
ભાવનગર જિલ્લાના તાલુકાવાર વરસાદી વિગત
           (સાંજે ૧૮:૦૦ વાગ્યા સુધી)
પાલિતાણા: ૫૯ મીમી (મોસમનો કુલ: ૩૩૭ મીમી)  
ઘોઘા: ૪૪ મીમી (મોસમનો કુલ: ૪૦૦ મીમી)  
સિહોર: ૨૬ મીમી (મોસમનો કુલ: ૪૦૨ મીમી)  
જેસર: ૨૩ મીમી (મોસમનો કુલ: ૩૧૭ મીમી)  
ભાવનગર: ૧૯ મીમી (મોસમનો કુલ: ૩૯૮ મીમી)  
તળાજા: ૧૮ મીમી (મોસમનો કુલ: ૨૩૫ મીમી)  
મહુવા: ૧૮ મીમી (મોસમનો કુલ: ૫૦૮ મીમી)  
ગારીયાધાર: ૧૫ મીમી (મોસમનો કુલ: ૩૬૬ મીમી)  
વલ્લભીપુર: ૬ મીમી (મોસમનો કુલ: ૩૪૪ મીમી)  
ઉમરાળા: ૬ મીમી (મોસમનો કુલ: ૩૪૬ મીમી)  
ચાલુ ચોમાસાની મોસમના કુલ વરસાદની દ્રષ્ટિએ મહુવા તાલુકો ૫૦૮ મીમી (આશરે ૨૦ ઈંચ) વરસાદ સાથે સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ સ્થાને રહ્યો છે. આ સિવાય સિહોરમાં મોસમનો કુલ ૪૦૨ મીમી, ઘોઘામાં ૪૦૦ મીમી, ભાવનગરમાં ૩૯૮ મીમી, ગારીયાધારમાં ૩૬૬ મીમી, ઉમરાળામાં ૩૪૬ મીમી, વલ્લભીપુરમાં ૩૪૪ મીમી, પાલિતાણામાં ૩૩૭ મીમી, જેસરમાં ૩૧૭ મીમી અને તળાજા તાલુકામાં ૨૩૫ મીમી વરસાદ નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં મોસમનો સરેરાશ વરસાદ ૩૬૫.૩ મીમી પહોંચ્યો છે.

(6:37 PM IST)