તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
જોડિયાના યુવાને દ્વારકાની હોટલમાં ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી હોટલમાં ગળાફાંસો
ખંભાળિયા નજીક બાઇક સ્લીપ થઈ જતા જામનગરના પ્રૌઢનું અપમૃત્યુ

જોડિયાઃ તાલુકાના જસાપર વિસ્તારમાં રહેતા અંકુર કરસનભાઈ પનારા નામના ૩૩ વર્ષના યુવાને શનિવારે દ્વારકાના રબારી ગેઈટ પાસે આવેલી એક હોટલના રૂમ નં. ૪૦૬ માં પંખા પર ચાદર/બેડ રનર વડે પોતાના હાથે લટકીને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મળત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ધવલ કિશોરભાઈ ઘેટીયા (ઉ.વ. ૩૧, રહે. જશાપર) એ દ્વારકા પોલીસને કરી છે.
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા ઈશ્વરદાસ કાલિદાસ કાપડી નામના ૫૬ વર્ષના પ્રૌઢ ગત તા. ૧૭ જૂન ના રોજ તેમના જીજે ૧૦ પી. ૦૯૫૨ નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે ખંભાળિયાથી આશરે ૧૦ કિલોમીટર દૂર ભટ્ટગામ નજીક પહોંચતા આ માર્ગ પરની ગોલાઈ પાસે તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ જતા તેમને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મળત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મળતકના પત્ની -ફુલાબેન ઈશ્વરદાસ કાપડી (ઉ.વ. ૪૫, રહે. ગોકુલનગર - જામનગર) એ અહીંની પોલીસને કરી છે.
દ્વારકામાં યુવાન શિક્ષકને હૃદયરોગનો જીવલેણ હુમલો
દ્વારકા તાલુકાના કલ્યાણપુર વાડી વિસ્તારમાં રહેતા અને રાયમલભા સુમરાભા સુમણીયા નામના ૪૬ વર્ષના હિન્દુ વાઘેર શિક્ષક યુવાનને છેલ્લા કેટલાક સમયથી લીવરની બીમારી હોય, તે દરમિયાન ગત તા. ૨૬ જુલાઈના રોજ રાત્રિના સમયે તેઓ પોતાની કાર રોડની એક સાઇડમાં પાર્ક કરીને તેમાં સૂતા હતા. તે દરમિયાન તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મળત્યુ નિપજ્યું હતું.
આ અંગેની જાણ મળતકના પત્ની મોંઘીબેન રાયમલભા સુમણીયાએ ..............પોલીસે કરી છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
