News of Tuesday, 21st July 2026
સુરેન્દ્રનગરનાં ગેડિયામાં પિતા-પુત્રના એન્કાઉન્ટર કેસમાં વળાંક : સી.સમરી કોર્ટે રદ કરી
સીટની ટીમે પીએસઆઇ સહિત ૭ પોલીસ કર્મચારીઓની તરફેણ કરી હોવાનું ખુલ્યુ : કોર્ટમાં હાજર રહેવા આદેશ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૧ : સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડિયા ગામે નવેમ્બર ૨૦૨૧ માં પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું જેમાં હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેમના પુત્ર અને જેની ઉંમર માત્ર ૧૩ વર્ષની હતી તે મદીનખાન ઉપર ગોળીઓ ચલાવી અને ફાયરિંગ કરી અને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો આ અંગે સતત ચાર વર્ષ સુધી સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ ચાલતો રહ્યો ત્યારબાદ કોર્ટ દ્વારા નિર્ણય કરી અને એન્કાઉન્ટર કેસમાં ફરિયાદ દાખલ કરવા અંગે કોર્ટે હુકમ કર્યો હતો ત્યારે આ અંગે પીએસઆઇ વીએન જાડેજા સહિત સાત જેટલા પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ અંગે સુરેન્દ્રનગર ના તત્કાલીન પોલીસવડા ગિરીશ પંડ્યા દ્વારા આ અંગે એસઆઇટીની રચના કરવામાં આવી હતી અને આ કેસની તપાસ કરવામાં આવી હતી ત્યારે આ અંગે એસઆઇટીની ટીમમાં મુખ્ય અધિકારી તરીકે ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત ને રાખવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ જેડી પુરોહિત અને એસઆઇટીની ટીમ દ્વારા કોર્ટમાં આ અંગે કેસ મામલે સી-સમરી ભરી નાખવામાં આવી હતી. અને આ કેસ આગળ ન ચાલે તે પ્રકારના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા.
પરંતુ ત્યારબાદ ફરિયાદીના વકીલ દ્વારા આ અંગે કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી ફરિયાદીના વકીલ પુનિત દવે દ્વારા રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી ત્યારે આ અંગે ફરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એફઆઇઆર દાખલ થઈ છતાં પણ પોલીસ એસી સમરી ભરી નાખી ત્યારે આ અંગેના તમામ પ્રકારના પુરાવાઓ વોટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ઘટના બની તે દરમિયાનના ઘટનાને નજરે જોનાર તમામ લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા અને એફએસએલના પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા જેમાં એસઆઇટીની ટીમ દ્વારા સાત જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનો બચાવ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું આ અંગે કોર્ટ દ્વારા નિર્ણય કરી અને સી સમરી રદ કરી અને આ કેસ આગળ વધારવા હુકમ કરવામાં આવ્યો છે.
ફરિયાદીના વકીલ પુનિત દવે દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક વર્ષ સુધી સતત લડત આપવા માં આવી હતી લડત બાદ પિટિશન વાંધા અરજીઓ દાખલ કરવામાં આવી હતી અને તમામ પ્રકારના પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા. પુરાવાઓના આધારે કોર્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં એફએસએલના રિપોર્ટ અને નજરે જોનાર સાહેબોના નિવેદનો અને એન્ડકાઉન્ટર દરમિયાન થયેલી તમામ પ્રકારની ઘટનાઓ અને પુરાવા અંગેનું રિવિઝન કરવામાં આવ્યું હતું અને એસઆઇટીની રચના દ્વારા જે સમરી ભરવામાં આવી હતી તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત દ્વારા આ સમરી રજૂ કરવામાં આવી હતી ત્યારે તમામ પ્રકારના પુરાવાઓ ધ્યાને લઈ અને એક વર્ષ સુધી સતત તપાસ હાથ ભરી અને આ સી સમરી રદ કરવામાં આવી છે અને હવે પિતા પુત્ર એન્કાઉન્ટર કેસ આગળ વધારવા માટે કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે ઓગસ્ટ મહિનાની ૮ તારીખે તમામ પોલીસ કર્મચારીઓને હાજર રહેવા માટે કોર્ટ દ્વારા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે અને આગામી કાર્યવાહી અને સુનાવણી હાથ ધરવામાં આવી છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
