<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

મોરબી તાલુકા પંચાયતમાં નવા પ્રમુખ તરીકે તુલસીબેન મારવણિયા, ઉપપ્રમુખ પદે હેતલબા જાડેજાની વરણી : કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડક સહિત 5 મહત્વના પદોની નવી ટીમ જાહેર

તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે સંદિપભા ભુપતભા ગુઠડા, પક્ષના નેતા તરીકે કૈલાસબેન મહેશભાઈ કાલરીયા અને દંડક તરીકે ચંદુભાઈ ત્રિભોવનભાઈ શેરશીયાની નિમણૂક કરવામાં આવી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી તા ૨૫ : મોરબી તાલુકા પંચાયતમાં નવા હોદ્દેદારોની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત કુલ 5 મહત્વના પદો માટે નામોની જાહેરાત થતા સ્થાનિક રાજકારણમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  

 

નવી નિમણૂક અંતર્ગત મોરબી તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે તુલસીબેન કેતનભાઈ મારવણિયાની વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ પદની જવાબદારી હેતલબા રાજદીપસિંહ જાડેજાને સોંપવામાં આવી છે. બંને મહિલા આગેવાનો હવે પંચાયતનું સુકાન સંભાળશે.  

 

બે મુખ્ય પદો ઉપરાંત અન્ય 3 મહત્વના હોદ્દાઓ પર પણ નિમણૂકો સંપન્ન થઈ છે. તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે સંદિપભા ભુપતભા ગુઠડા, પક્ષના નેતા તરીકે કૈલાસબેન મહેશભાઈ કાલરીયા અને દંડક તરીકે ચંદુભાઈ ત્રિભોવનભાઈ શેરશીયાની નિમણૂક કરવામાં આવી છે.  

 

મોરબી તાલુકા પંચાયતની આ નવી ટીમ જાહેર થતા જ સમર્થકો અને આગેવાનોમાં ખુશીનો માહોલ છવાયો છે. નવા વરાયેલા તમામ 5 હોદ્દેદારોને કાર્યકરો દ્વારા ફૂલહાર પહેરાવીને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.  

(1:16 PM IST)