News of Monday, 25th May 2026
ધ્રાંગધ્રા પાસે ૨૭૦૭૨ બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયોઃ ૬૬ લાખનો મુદામાલ સાથે બેની અટક

વઢવાણ તા.૨૫: ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કલ્પના ચોકડી પાસે હાઇવે રોડ પરથી ઇંગ્લિશ દારૂ ભરેલો ટ્રક સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. શંકાસ્પદ ટ્રક ઉભો રાખવામાં આવ્યો હતો અને તેની તલાસી લેવામાં આવતા તેમાં કુલ ૨૭૦૭૨ બોટલ ઇંગ્લિશ દારૂની જપ્ત કરવામાં આવી છે. અને જય કુમાર ઉદય વીર પવાર રહે પનિહારી તાલુકો બરવાળા હરિયાણા તેમજ મીર ધર્મવીર મીરાસી રહે હરિયાણા વાળાની અટકાયત કરવામાં આવી છે.
દારૂ હરિયાણાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા હોવાનો પણ ધડાકો થયો છે ત્યારે આ મુદ્દે દારૂ ભરેલી ટ્રક આપનાર પવન કુમાર રાજેન્દ્રકુમાર બરવાલ તેમજ ટ્રકના માલીક અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમો જેમાં તપાસમાં નામ ખૂલે તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કુલ ૬૫.૭૬ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યોછે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
