તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
સાવરકુંડલા-લીલીયા વિધાનસભામાં નરેન્દ્રભાઇના જન્મદિન અનુસંધાને ત્રિવિધ કાર્યક્રમો યોજાશે
મહેશભાઇ કસવાલા સહિત આગેવાનો ઉપસ્થિત રહેશેઃ માતાઓનું સન્માન કરાશે

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા., ૨૧ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન તથા જાહેર જીવનમાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારમાં વિવિધ સેવાકીય, સાંસ્કળતિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિવિધ કાર્યક્રમોમાં સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે આયોજિત આ કાર્યક્રમોમાં રક્તદાન કેમ્પ, ‘ભક્તિની અમળતધારા' અંતર્ગત માતાઓનું સન્માન અને ‘આશીર્વાદનો દીવડો' મુખ્ય આકર્ષણ રહેશે. સેવાભાવ, સંસ્કાર, સંસ્કળતિ અને સુશાસનના સંદેશ સાથે યોજાનારા આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાય તેવી તૈયારીઓ કરવામાં આવી છે.
સાવરકુંડલા સ્થિત કે.કે. હોસ્પિટલ ખાતે સવારે ૧૦ કલાકે રક્તદાન કેમ્પથી થશે. માનવસેવાના ભાવ સાથે યોજાનારા આ રક્તદાન કેમ્પમાં સેવાભાવી નાગરિકો, યુવાનો, કાર્યકરો તથા વિવિધ ક્ષેત્રના લોકો સ્વૈચ્છિક રીતે રક્તદાન કરશે.
રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાના હેતુથી યોજાનારા આ સેવાકીય કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય અને રક્તદાન કરીને માનવસેવામાં પોતાનું યોગદાન આપે તે માટે અપીલ કરવામાં આવી છે.
આ પ્રસંગે પુંજાપાદર ગામે રામાણી વાડી ખાતે બપોરે ૪ કલાકે ‘ભક્તિની અમળતધારા' કાર્યક્રમ યોજાશે. ભજન-કીર્તનના પાવન સુર સાથે યોજાનાર આ કાર્યક્રમમાં આધ્યાત્મિકતા અને ભારતીય સંસ્કળતિની ઝલક જોવા મળશે.
સનાતન કલા, સંસ્કળતિ અને સંસ્કારોની પરંપરાને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર માતાઓનું વિશેષ સન્માન કરવામાં આવશે. પરિવાર અને સમાજમાં માતાઓના યોગદાનને બિરદાવવા તેમજ ભારતીય સંસ્કાર અને પરંપરાના જતનનો સંદેશ આપવા માટે આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
સાવરકુંડલા વિધાનસભાના ૧૧૭ ગામો ઉપરાંત રાત્રે ૭ કલાકે કળષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર ખાતે ‘આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહી સહભાગી બનશે. દીપ પ્રાગટય, વડીલોના આશીર્વાદ અને સામાજિક એકતાના ભાવ સાથે યોજાનાર આ કાર્યક્રમ વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે આયોજિત કાર્યક્રમોની શ્રેણીનો મહત્વપૂર્ણ ભાગ બનશે.
સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના નાગરિકો, યુવાનો, મહિલાઓ, વડીલો અને સેવાભાવી કાર્યકરોને વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક જોડાઈ તેને સફળ બનાવવા માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં અપીલ કરવામાં આવી છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
